Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

યુદ્ધના ધોરણે ચાંદીપુરા વાયરસ અટકાવવા અંગે અટકાયતી પગલાં લેવાયા

Share

યુદ્ધના ધોરણે ચાંદીપુરા વાયરસ અટકાવવા અંગે અટકાયતી પગલાં લેવાયા

ભરૂચના એન્ટોમોલોજીસ્ટ્ દ્વારા બન્ને ગામોમાં વેક્ટર સર્વેલન્સ કામગીરી કરાઈ પરંતુ ત્રણેય દર્દીઓના ઘરોમાં તથા આસપાસના ઘરોમાં સેડફલાયની મળી નહીં.

Advertisement

ભરૂચ- સોમવાર- ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૩ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ઘાણીખૂટ ગામના ર દર્દીઓ હતા જેમા પહેલા દર્દીની ઉંમર ચાર વર્ષની હતી. જે GMERS ગૌત્રી વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જે દર્દીનો સેમ્પલ નેગેટીવ આવ્યો હતો. બીજા દર્દીની ઉંમર (૧૫) વર્ષની હતી જે GMERS રાજપીપળા ખાતે દાખલ હતુ, આ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે અને હાલ દર્દીની સ્થિતી સ્વસ્થ છે. તેમજ આ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

આ ઉપરાંત, ખરેઠા ગામમાથી ૧(એક) ૩ વર્ષના દર્દીનું સેમ્પલ લેવામાં આવેલ હતું આ દર્દીને તા.૨૩/૦૭/૨૦૨૪ના રોજ GMERS ગૌત્રી વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યું હતુ જેની ૩ દિવસની સારવાર બાદ તા. ૨૬/૦૭/૨૦૨૪ના રોજ દર્દીનુ મૃત્યુ થયેલ હતુ પરંતુ આ દર્દીનું રીપોર્ટ નેગેટીવ આવેલ છે.

વધુમા, કૃષિ યુનિવર્સિટી ભરૂચના એન્ટોમોલોજીસ્ટ્ર દ્વારા બન્ને ગામોમાં વેક્ટર સર્વેલન્સ કામગીરી એટલેકે સેંડફ્લાયની ઉપસ્થિતીની તપાસ કરવામાં આવી હતી.જે ત્રણેય દર્દીઓના ઘરોમા તથા આસપાસના ઘરોમાં સેંડફ્લાય મળી આવેલ નથી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,ઈએમઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ કૃષિ યુનિવર્સિટથી એન્ટોમોલોજીસ્ટ્ ટીમ દ્વારા સંયુક્ત મુલાકાત કરવી શંકાસ્પદ તમામ સફળોની તપાસ કરવામાં આવી હતી.

ત્રણેય દર્દીઓના ઘરની આસપાસ તથા બન્ને ગામોમાં દવા તથા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યોછે. તથા આસપાસના ગામોમાં પણ દવા અને પાવડરના છંટકાવની કામગીરી કરવમાં આવી છે. અને હાલમાં પણ જિલ્લામાં દવા અને પાવડરનો છંટકાવની કામગીરી કાર્યરત છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

પાલેજની એમકોર કંપનીના ૭૦ કર્મચારીઓ પગાર બાબતે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

આજે લાભપાંચમના શુભ દિને નવા વર્ષના ધંધા રોજગારની ધામધુમથી શરૂઆત …

ProudOfGujarat

અંકલેશ્વર ના નિરાંતનગર ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો…બ્લડ ડોનેશન અને વડીલો ના સન્માન નો કાર્યક્રમ એક સાથે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!