વણ શોધાયેલ ગુનો શોધી લઈ એકની અટકાયત કરતી વાલીયા પોલીસ
ભરૂચમાં ચોરી સહિતના મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા સૂચના મળેલ હોય જે અન્વયે મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તથા ચોરીના વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલ કાઢવા માટે વાલીયા પોલીસ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન બાદમીના આધારે છ મહિના અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલ કાઢ્યો છે.
આ બનાવ ની મળતી વિગતો અનુસાર પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર ભરૂચ તથા આસપાસના મથકોમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ વણ શોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે ખાસ સૂચન આપવામાં આવી હોય જે અનુસંધાને એક ટીમ તૈયાર કરી વણ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ ને અટકાવવા માટે વાલીયા પોલીસ પેટ્રોલીગમાં હોય વાલીયા પોલીસ મથક માં આજથી 6 મહિના અગાઉ એક ચોરીનો ગુનો નોંધાયો હોય જે ગુનાનો આરોપી વિજય ઉર્ફે સોકેટ રમેશભાઈ હરગોવનદાસ નાયક ઉંમર વર્ષ 27 હાલ રહે માલધારી મંદિર ફળિયુ તાલુકો વાલીયા જીલ્લો ભરૂચ મૂળ રહેઠાણ બનાસકાંઠા જે હાલ બાંડાબેડા ગામમાં ફરતો હોય જે ચોક્કસ બાતમીના આધારે વાલીયા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલમ સ્ટીમ ના આધારે તપાસ કરતા બાંડાબેડા થી આરોપીને ઝડપી પાડ્યો હોય પોલીસે આખરી ઢબે તેની પૂછપરછ કરતા તેણે 6 મહિના અગાઉ વાલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ચોરી કરેલ હોય તેવી કબુલાત આપી હતી.