Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ અને ભરૂચ ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

Share

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ અને ભરૂચ ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ મંદિર પાછળ યોજનાર કાર્યક્રમમાં મનીષ વઘાસિયા અને હાર્દિક સોરઠીયા દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી

Advertisement

સૌરાષ્ટ્રના સહકારી આગેવાન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૮ જુલાઈ ૨૦૨૪ સાંજે ૪ કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં યોજાયેલ “સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ” કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના પરિવારોને ઉપસ્થિત રહયા હતા, આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ટ્રસ્ટીઓ ભરતભાઈ પટેલ, હિંમતભાઇ પટેલ,‌ ભુપતભાઇ રામોલીયા, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ભુવા, નરેશભાઈ પટેલ (કિંજલ કેમિકલ) પ્રવિણભાઇ પટેલ તથા તેમની ટીમ વડોદરા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,‌ દિનેશભાઈ બાંભણીયા સુરત,‌ ધનશ્યામભાઈ પટેલ ધારીખેડા સુગર, આગેવાનો, ભરૂચ જિલ્લાના ખોડલધામના ટ્રસ્ટીઓ, ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના કન્વીનર, સહ કન્વીનર, મહિલા સમિતિ ના કન્વીનર સહ કન્વીનર, જિલ્લાના લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ તથા તેમની ટીમ અને જિલ્લાના ૧૧૧ ગામોમાં વસતા લેઉવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહયા હતા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના પરિવારોને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્તોત્ર એવા મનીષ વઘાસિયા સુરત અને હાર્દિક સોરઠીયા રાજકોટ મોટીવેટ કરવામાં આવ્યા હતા, સાંજે ૪ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામી ના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓનુ ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ, ૪:૩૦ કલાક થી મોટીવેશનલ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, કાર્યક્રમના મોટીવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા અને હાર્દિકભાઈ સોરઠીયા દ્વારા ઉપસ્થિત સમાજને ખૂબ જ પ્રોત્સાહિત અને લાગણી સભર ભાષામાં સમાજની સમૃદ્ધિ એ સમજણની વૃદ્ધિ વગર શક્ય નથી અને સમજણની વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે બાબતની ખૂબ જ હૃદયદ્રાવક વાત સમાજ સમક્ષ મૂકી હતી, કાર્યક્રમ બાદ આભાર વિધિ, માં ખોડલ ની મહા આરતી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો, સાંજે ૭ કલાકે મહાપ્રસાદીનું આયોજન ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતુ, આ પ્રસંગે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ દ્વારા મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

રાજકોટમાં ફિટનેસ ટ્રેનરને જાહેર રસ્તા પર રીલ્સ બનાવવી ભારે પડી, વાહનો પસાર થાય છે ત્યાં રીલ્સ બનાવી

ProudOfGujarat

રસ્તા પર ટામેટા જ ટામેટા – ભરૂચ નર્મદા ચોકડી પર આઈસર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત

ProudOfGujarat

અંકલેશ્વર : સુજલામ સુફલામ અંતર્ગત ખોદવામાં આવેલુ તળાવ શોભાના ગાંઠિયા સમાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!