જી. સી ઈ. આર.ટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ધોરણ 1 થી 5 માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમેળાના મુખ્ય હેતુઓ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે, વિદ્યાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહી ભાવના, સાહસિકતા વગેરેની ખિલવણી થાય, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે, વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય, વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે,વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય જેવા મૂલ્યોના ભાગરૂપે શાળાના આચાર્ય નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બાળમેળા અંતર્ગત બાળકોને બાળવાર્તા, બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, એક મિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત -સંગીત અભિનય, પપેટ શો, ગણિત – ગમ્મ્ત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે પ્રવૃતિઓનું આયોજન કર્યુ હતું.જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી.હાંસોટના બી. આર સી કો-ઓર્ડિનેટર અશોકકુમાર પટેલએ પણ મુલાકાત લીધી હતી.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળમેળો યોજાયો
Advertisement