Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઘડિયા ખાતે CSR હેઠળ બની રહેલા સેનિટેશન પાર્ક ની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું દીવાલો માં તિરાડો સહિત પ્રોટેક્ષણ વોલ ધસી…

Share

ઝઘડિયા ખાતે CSR હેઠળ બની રહેલા સેનિટેશન પાર્ક ની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું દીવાલો માં તિરાડો સહિત પ્રોટેક્ષણ વોલ ધસી…

વરસાદમાં સેનિટેશન પાર્કની દિવાલનું પણ ધોવાણ થયું અને તિરાડો પડી

Advertisement

ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતની હદમાં સેનિટેશન પાર્ક બનાવવા માટે પંચાયત દ્વારા ઝઘડિયા ચાર રસ્તા થી સેવાસદન વચ્ચે કલેકટરના હુકમથી જમીન ફાળવવામાં આવી છે, સેનિટેશન પાર્ક ની કામગીરી શ્રી રામ‌ ફાઉન્ડેશન તથા અલગ અલગ કંપનીઓની સીએસઆરની ગ્રાન્ટમાંથી કરવામાં આવી છે, જેનું કામ ફીડબેક ફાઉન્ડેશન દિલ્હી નામની સંસ્થા અલગ અલગ એનજીઓ સાથે મળીને કરી રહી છે, ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની જે જગ્યામાં આ કામ કરવામાં આવે છે તેના માટે ખૂબ મોટા પાયે માટીનું પુરાણ કરી આ પાર્ક ડેવલોપ કરવામાં આવી રહ્યો છે, ચોમાસા પૂર્વે પાર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી, સેનિટેશન પાર્કની કામગીરીમાં ગેરરીતિ અને બેદરકારી થયા હોવાનું ભારે વરસાદ પડ્યા બાદ બહાર આવ્યું હતું. પાર્કની પ્રોટેક્શન વોલ વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને પાર્કમાં બનાવેલી દીવાલોમાં માટીની બેસી જવાના કારણે મોટી તિરાડો પડી ગઈ હતી તેમ‌ જણાયું હતું, લાખો રૂપિયાની સીએસઆર ગ્રાન્ટના ખર્ચે બનાવવામાં આવેલ સેનીટેશન પાર્કમાં અલગ અલગ એનજીઓ દ્વારા કામ કરવામાં આવતા કામમાં કોઈ તટસ્થતા જણાતી નથી, ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીને આ બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે આ કામ શ્રીરામ ફાઉન્ડેશનની સીએસઆર ગ્રાન્ટ હેઠળ એક એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કલેકટરના હુકમથી ગ્રામ પંચાયતે જમીન ફાળવી છે, કામ પૂર્ણ થયા બાદ જે તે એનજીઓ ગ્રામ પંચાયતને સેનિટેશન પાર્કની સોપણી કરશે તેમ જણાવ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ખાતે એવો સેનિટેશન પાર્ક બની રહ્યો છે કે જેમાં શહેરનો તમામ પ્રકારના કચરાને અલગ અલગ તારવી ખાતર બનાવશે અને સુકા કચરાને રિસાયકલ કરી અને ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારની કામગીરી થવાની છે તેમ છતાં આ પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સેનિટેશન પાર્કની કન્સ્ટ્રક્શન કામગીરી બાબતે બેદરકારી દાખવી રહ્યા છે. સત્વરે કામ કરતા એનજીઓને કન્સ્ટ્રક્શન માં થયેલ બેદરકારી બાબતે સાવચેત કરવામાં આવે અને સરકારના તથા એનજીઓના સ્ટ્રક્ચર અને ડિઝાઇન મુજબની મજબૂતાઈ વાળું સેનિટેશન પાર્ક બને તે ઇચ્છનીય છે

રિપોર્ટર / સતીશ વસાવા, ઝગડીયા


Share

Related posts

‘મેડ ઇન હેવન સીઝન 2’ માં તેના પાત્ર માટે પરવીન દબાસ એ પ્રેમ અને પ્રશંસા મેળવી

ProudOfGujarat

ગુજરાત પોલીસની ૧૪ સેવાઓ જાહેર જનતા સુધી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે.

ProudOfGujarat

છોટાઉદેપુર : તેજગઢ ખાતે માહિતી વિભાગ દ્વારા લોકોપયોગી સાહિત્યનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!