*નર્મદામાં દીપડાના આતંક થી ગ્રામજનોને બચાવવા ચકુવાડાના સરપંચે વન વિભાગને પાઠવ્યું આવેદન*
નર્મદા જિલ્લાના તાલુકા માથાકોમાં વહેલી સવારે 5:00 થી 7:00 દરમિયાન દિપડો દેખા દેતો હોય તેમ જ વિવિધ તાલુકાઓમાં આતંક મચાવી બકરી ,ગાય, વાછરડા તેમજ ગ્રામજનોને ભારે નુકસાન પહોંચાડતો હોવાનું લેખિત આવેદનપત્ર નાયબ વન સંરક્ષણ અધિકારી સમક્ષ સરપંચે આપ્યુંછે.
નયબ વન સરક્ષણ અધિકારી ને સરપંચ દ્વારા આપવામાં આવેલ લેખિત આવેદન પત્રમાં તેઓએ જણાવ્યું છે, કે નર્મદાના ચકુવાડા ધારીખેડા, વીરસિંગ પરા, નાના અમરપરા, મોટા અમરપરા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે 5:00 થી 7:00 વાગ્યા દરમિયાન અવાર- નવાર દીપડો ફરતા હોય તેવું ધ્યાનમાં આવ્યું છે , ગામમાં બકરી , ગાય, વાછરડા , પશુ ઓને હેરાન પરેશાન કરે છે , તેમજ પક્ષીઓ પણ દીપડાના ત્રાસથી ત્રસ્ત બન્યા છે , તો ગામના લોકોના નાના બાળકો સહિતનાઓને દીપડાનો ભય વારંવાર સતાવી રહ્યો છે, અનેકવાર દીપડો ગામમાં પહોંચી પશુઓનું મરણ કર્યું હોય તેવા બનાવો નોંધાઈ ચૂક્યા છે, ગામમાં પશુપાલકો ની સંખ્યા વધુ પડતી હોય તેઓને પોતાના પશુઓને બહાર ચરાવવા માટે લઈ જવા પણ ચિંતાનો વિષય બન્યો છે, નર્મદાના તાલુકા મથકોમાં દીપડાના આતંકને કારણે પશુ પક્ષીઓ અને માનવ જીવન અત્યંત જોખમમાં મુકાઈ ગયું હોય તો આ દીપડાને પાંજરે પુરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક અસરથી દીપડાના ત્રાસથી લોકોને તેમજ આ વિસ્તારના પશુઓને બચાવવા કોઈ નક્કર કામગીરી કરવા વન સંરક્ષણ અધિકારી સમક્ષ સરપંચ સહિતના ગ્રામજનોએ માંગ કરી છે.