અમદાવાદ એએમટીએસની બસમાં ચોરી કરતી ગેંગની એક મહીલાની પોલીસે ધરપકડ કરી : મહિલા પાસેથી આ 63 હજારનો સોનાનો ચેન મળી આવ્યો : પોલીસે વધુ તપસ હાથ ધરી
અમદાવાદ : શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એએમટીએસમાં બસોમાં જઈનો ચોરી કરતી ગેંગની એક સભ્યને પકડવામાં આવી છે. તે મહિલા મૂળ બનાસકાંઠાની છે. તેના પાસેથી સોનાની ચેન કબજે કરી છે.
અમદાવાદમાં એએમટીએસમાં બસમાં મુસાફરી કરતા નોકરીયાત વર્ગો અને વિદ્યાર્થીઓ રોજ હજારોની સંખ્યામાં મુસાફરી કરી છે. તેવામાં થોડા સમયથી બસમાં મુસાફરી કરતા કેટલાક લોકોમાં મોબાઈલ પર્સ, અને કિંમતની વસ્તુઓ ચોરાઈ જતી હોય છે. અને પોલીસ દ્વારા તેમને ફરિયાદ પણ મળતી હોય છે. તે ભાગરૂપે કાલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એએમટીએસમાંથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તે મહિલા બસમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો સાથેથી નજર ચૂકવીને સોનાની ચેન ચોરીને ફરાર થઈ જતી હતી.
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આ મહિલાને ધરપકડ કરીને પુછપરછ કરતા ખબર પડી કે આ મહિલા મૂળ બનાસકાંઠાની છે. તે બસમાં લોકોનો કિંમતી વસ્તુ ચોરવાનું કામ કરે છે. તે મહિલા પાસેથી આ 63 હજારનો સોનાનો દોરો મળી આવ્યો હતો. અનો ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરતા તેના સાથીદારો કોણ કોણ છે તેની તપાસ હાથ ધરી છે.