Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાલેજ નગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા ડી જી વી સી એલ કચેરીનું કામકાજ ખોરવાયુ,

Share

પાલેજ નગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા ડી જી વી સી એલ કચેરીનું કામકાજ ખોરવાયુ, સબ સ્ટેશન સંકુલમાં ગોઠણ સમા પાણી નજરે પડ્યા હતા…

ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાલેજ નગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી ભરાઇ જવા પામ્યું હતું. તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પુર્વ દિશામાં આવેલા જેટકો સબ સ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ધસી આવતા સબ સ્ટેહનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા ભરાતા વીજ ગ્રાહકો સહિત ડી જી વી સી એલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યો છે.

Advertisement

મીડિયા કર્મીઓએ જેટકો સબ સ્ટેશનની મુલાકાત લેતા સબ સ્ટેશન સંકુલમાં ગોઠણ સમા પાણી નજરે પડ્યા હતા અને જેટકોના કર્મીઓ ગોઠણ સમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા. દર વર્ષે જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાણી ઓસર્યા પછી જ ડી જી વી સી એલ કચેરીનું કામકાજ પૂર્વવત થશે. હાલ તો વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડી જી વી સી એલ ના કર્મીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઇ જવા પામ્યા છે…

:- યાકુબ પટેલ..ભરૂચ…


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચનાં રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ સાથે જોખમી જીપ્સમનો પાઉડર અનાજ સાથે ભળતા લોકોનાં સ્વાસ્થયને જોખમ હોવાની રજુઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

જી.વી.કે ઈ.એમ.આર.આઈ 108 ઇમરજન્સી સેવા ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!