Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ નો ગેરકાયદેસર નિકાલ કરતા આર.કે સ્ટીલના માલિક સહિતનાઓની ધરપકડ કરતી એસઓજીની ટીમ

Share

*ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ નો ગેરકાયદેસર નિકાલ કરતા આર.કે સ્ટીલના માલિક સહિતનાઓની ધરપકડ કરતી એસઓજીની ટીમ*

ભરૂચમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક ભરૂચ જિલ્લા મયુર ચાવડા ની સૂચના અને માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દિલ્હી -મુંબઈ હાઇવે બ્રિજ નીચે દહેગામ ખાતેથી તાલુકો જીલ્લો ભરૂચ એક ટાટા ટ્રક પસાર થતા શંકાસ્પદ વેસ્ટ ઓઇલ ડસ્ટ નો ગેરકાયદેસર નિકાલ કરતા હોવા ના કારણે પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરી એ. એસ. ઓ. જી. ની ટીમને કાર્યરત કરતા બાતમી મળેલ કે આજથી અંદાજિત એકાદ મહિના પહેલા દિલ્હી થી મુંબઈ હાઇવે બ્રિજ નીચે દહેગામ તાલુકા જિલ્લા ભરૂચ ખાતે એક ટાટા ટ્રક માં ભરેલ પતરા ના બેરલો આશરે 50 નંગ જેટલા હોય જે શંકાસ્પદ વેસ્ટ નો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવનાર હોય આથી એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક અસરથી આ બાતમીના આધારે તપાસ કરતા દિલ્હી થી મુંબઈ હાઇવે ના બ્રિજ નીચે દહેગામ ખાતે ભરૂચમાં tata ટ્રક નંબર GJ 02 XX 5772 કિંમત રૂપિયા 12 લાખ તથા ટ્રકમાં ભરેલ પતરા ના બેરલો આશરે નંગ 50 શંકાસ્પદ વેસ્ટ આશરે વજન 12.250 કિલો કિંમત રૂપિયા 36, 138 -/ગણિ કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા 12, 36,138 મળી આવતા પોલીસે જેની તપાસ હાથ ધરતા જીપીસીબી ના અધિકારીઓ મારફતે સેમ્પલો લઈ શંકાસ્પદ બિલ બાબતે અધિક રાજ્ય કમિશનર અમદાવાદ ખાતે વધુ તપાસ કરતા આ તમામ જથ્થો આર. કે. સ્ટીલ ના માલિક રમેશકુમાર કુશવાહ તેમના ગોડાઉનમાં રાખી મૂક્યો હોય આ વેસ્ટ ઓઈલ ડસ્ટ ગેરકાયદેસર રીતે નિકાલ કરવા માટે તેમના મળતીયાઓ દ્વારા નિકાલ કરવા માટે ચૌહાણ એન્ટરપ્રાઇઝ નામની ખોટી પેઢીનો જીએસટી નંબર સહિતની છેતરપિંડી કરી ખોટા બીલો બનાવી તેમનો સાચા બિલ તરીકે ઉપયોગમાં લઈ અને મોકલી આપ્યા નું જાણવા મળ્યું છે આથી પોલીસે (1)રમેશકુમાર લલય ભાઈ કુશવાહ રહે મકાન નંબર 21 સ્વસ્તિક સોસાયટી જીએનએફસી ટાઉનશીપ ની બાજુમાં તુલસીધામ બાયપાસ રોડ, ભરૂચ (2)મહમદ અલી ચૌધરી રહે આઝાદ રેસીડેન્સી દહેગામ રોડ ડુંગળી ફળિયુ વાપી જીલ્લો વલસાડ ને ઝડપી લઇ તેઓની અટકાયત કરી એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આઇપીસી કલમ 284, 465 ,467, 468 ,471, 120 (બી) મુજબ ગુનો દાખલ કર્યો છે અને વડોદરા ના વોન્ટેડ આરોપી સમીમ પઠાણ તથા સુરતના કૌશર અલી ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા જિલ્લાના વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષી આકર્ષણનું કેન્દ્ર બન્યા.

ProudOfGujarat

ભરૂચ શહેરના બુરહાનપુર વિસ્તારમાં વિદેશી દારૂ સાથે રાહુલ નામના બુટલેગરને ઝડપી 19200 મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

સરકારી જમીનમાં ગેરકાયદેસર રેતીનુ ખનન થતા હોવાનો આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!