સુરતના ભાઠા માં ખનીજની રોયલ્ટી ના કેસમાં સુરત ફ્લાઈંગ સ્કોડના નરેશ જાનીની જામીન અરજી નામંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટ
સુરતમાં ભાઠા વિસ્તારમાં મંડળી વતી મળેલી રોયલ્ટીની પરમિટના આધારે રેતી અંગેની કામગીરીમાં ખલેલ ન પહોંચાડવા માટે તેઓને કામગીરી શરૂ કરતાં પહેલાં ખાણખનીજ વિભાગના અધિકારી તથા તેના વચેટિયા દ્વારા રૂપિયા બે લાખની માંગણી કરતા તેમને એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ સુરતની જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા તે સેશન્સ જજ દ્વારા નામંજૂર કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગના વર્ગ -1 ના અધિકારી દ્વારા ગઈકાલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરવામાં આવતા હાઈકોર્ટે તેમની જામીન અરજી પર નામંજૂરની મહોર લગાવી છે.
સુરતમાં ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કો ઓપરેટિવ સોસાયટી ખાતે સુરત શહેર માં ભાઠા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટીની પરમીટ મંજૂર થયેલ હોય આ પરમિટ વાળા સ્થળ પર સુરત ફ્લાઈંગસ સ્કોડ મદદનીશ નિયામક નરેશ જાની દ્વારા કામગીરી દરમિયાન તે જગ્યા પર જઈ ભાઠા વિસ્તારમાં જઈ રોયલ્ટી ની પરમીટ મેળવ્યા બાદ કોઈપણ પ્રકારની કનડગત ના કરવા બદલ પોતાના વચેટીયા કપિલ પ્રજાપતિ ને રૂપિયા 2 લાખ આપવા અને હેતુલક્ષી વાતચીત કરવા માટેનું જણાવ્યું હતું કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરતાં પહેલાં આ રકમ મદદનીશ નિયામક નરેશ જાની ને આપવાની હોય આથી આ કામમાં એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા આરોપી મદદનીશ નિયામક નરેશ જાની રૂપિયા 2 લાખ લેતા રંગે હાથે પકડાઈ ગયા હોય અને ગુનાહિત ગેરવર્તણુક કરેલ હોય આથી તેમને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હોય, જે સબબ તેઓએ સુરતની જિલ્લા કોર્ટ ખાતે આગોતરા જામીન અરજી કરી હોય જે અરજી સુરતના સેશન્સ જજ દ્વારા નામંજૂર કરવામાં આવતા ગઈકાલે તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હોય જે હાઇકોર્ટના જજ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.