પરંતુ બપોરના સમયે ગરમીનો માહૌલ યથાવત…
વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની વધતી જતી સંખ્યા …
Advertisement
ભરૂચ જિલ્લામાં ધીમે પગલે ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનુ વાતાવરણ છવાઈ જાય છે. પરંતુ બપોરના સમયે હજી પણ ગરમી યથાવત છે આમ વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી અને ત્યાર બાદ વળી પાછુ રાત્રીના સમયે ઠંડીનુ વાતાવરણ છવાઈ જતા ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનો માહૌલ જણાય રહ્યો છે. જેની વિપરીત અસર ભરૂચના રહિશો પર સ્પષ્ટ પણે જણાઈ રહી છે. ભરૂચના જાણીતા તબીબોના જણાવ્યા અનુસાર હાલ વાઈરલ ઇન્ફેકશનથી પિડાતા દર્દીઓ વ્ધુ જણાઇ રહ્યા છે જેમા શર્દી- ખાસી અને તાવ જેવી બિમારીથી લોકો રીબાય રહ્યા છે આવનાર દિવસોમાં ઠંડીનુ પ્રમાણ વધે તેવી સંભાવના છે તેમ છતા બપોરના સમયે ગરમી ઓછી થશે કે કેમ એ અંગે કોઈ આગાહી થઈ શકે એમ નથી.