ચાંદીપુરા વાયરસને લઈ ઝઘડિયા રાજપારડી CHC – PHC કેન્દ્રની મુલાકાત લેતા કોંગી આગેવાન ધનરાજ વસાવા
ભરૂચનો ઝઘડિયા વિસ્તાર અત્યંત આદિવાસી અને સલ્મ વિસ્તાર છે, આ વિસ્તારમાં તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસને અનુલક્ષીને કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે સહિતની વિગતો નો તાગ મેળવવા માટે આજે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજભાઈ વસાવા એ કોંગ્રેસી આગેવાનો સાથે CHC અને રાજપારડી PHC કેન્દ્રની મુલાકાત લીધી હતી.
ભરૂચ જિલ્લાના આસપાસના તાલુકા મથકોમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ આગેવાનો દ્વારા આજે ચાંદીપુરા વાયરસને લઈને સામાન્ય જનતા માટે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તે સહિતની વિગતો મેળવવામાં આવી હતી. આજે ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજભાઈ વસાવા અને કોંગી આગેવાન કેયુરભાઈ પટેલ ધર્મેન્દ્ર સોલંકી ધર્મેન્દ્ર પટેલ તેઓને સાથે રાખી સીએસસી તથા પીએચસી કેન્દ્રની મુલાકાત લઈ તંત્ર દ્વારા હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ પડતા કેશો અસ્તિત્વમાં આવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કેવા પગલાં લેવામાં આવ્યા છે તેમ જ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગ તેમજ પાણીજન્ય રોગ કોલેરા માટે પણ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે તે સહિતની વિગતોનો જીણવટ પૂર્વકનો અભ્યાસ સીએચસી અને પીએચસી કેન્દ્ર પર જઈ મેળવ્યો હતો.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ચાંદીપુરા વાયરસ એ 0 થી 14 વર્ષ સુધીના બાળકોને થતો રોગ છે આ વિસ્તાર એ અત્યંત સ્લમ વિસ્તાર છે, અહીં માતા પિતા કે બાળકો પાણીજન્ય રોગથી જાગૃત નથી આ વિસ્તારમાં જાગૃતિ પ્રસરાવવાની પણ આવશ્યકતા છે અહીંના csc કેન્દ્રોમાં કોઈપણ પ્રકારની સુવિધાઓ તંત્ર દ્વારા હાલ મૂકવામાં આવેલ નથી, તો આગામી સમયમાં ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર કયા પ્રકારે કામગીરી કરશે તે સહિતના પ્રશ્નો કેન્દ્રો પર ઉપસ્થિત અધિકારીઓને પૂછ્યા હતા?