*શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬માં પ્રવેશ મેળવવા માટે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ*
——-
*શિક્ષણ મંત્રાલય દ્વારા ઓનલાઈન પોર્ટલ ખુલ્લુ મૂકાયું*
——-
વાંકલ:: – કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હસ્તકની જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ના વર્ષ માટે ધો.૬માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સુરત જિલ્લાના વાંકલ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તા.૧૬/૯/૨૦૨૪ સુધીમાં એન.વી.એસ.ની વેબસાઈટ www.navodaya.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા.૧૮/૧/૨૦૨૫ના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે. જે વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના બોનોફાઈડ નિવાસી ઉમેદવારો અને સુરત જિલ્લામાં જ ધો.૫નો અભ્યાસ કરી રહ્યા છે તેઓ અરજી કરી શકે છે. વિદ્યાર્થી ૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્ર દરમિયાન સુરત જિલ્લામાં આવેલી સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધો.૫માં અભ્યાસ કરતો હોવો જોઈએ અને તેનો જન્મ તા.૦૧/૫/૨૦૨૩ અને તા.૩૧/૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ. એસસી, એસટી, પછાત વર્ગના ઉમેદવારોએ જાતિના તથા દિવ્યાંગજનોએ મેડિકલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. વધુ વિગતો ઉપરોકત વેબસાઈટ પરથી મળી રહેશે તેમ આચાર્યની યાદીમાં જણાવાયું છે.
–૦૦–
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬માં પ્રવેશ મેળવવા માટે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ
Advertisement