*ભરૂચના જંબુસરમાં વકફ અધિનિયમ 1995 કલમ 70
હેઠળ ગેર વહીવટ કરનાર સામે કાર્યવાહીની માંગ કરતો મુસ્લિમ સમુદાય*
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામમાં આવેલ ઈસ્લામુલ મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા વકફ બોર્ડ ગાંધીનગર ખાતે બોગસ અને ખોટી સહીઓ વાળા ઠરાવ કરી નવા ટ્રસ્ટીઓના નામો દાખલ કરવા બદલ કરતા જંબુસરના મુસ્લિમ સમુદાયે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ તપાસની માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામમાં ઇસ્લામુલ મુસ્લિમ સમુદાયનું ટ્રસ્ટ આવેલું છે જે ટ્રસ્ટ દ્વારા 1016 દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી અને વકફ ફોર્ડ ને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરવામાં આવ્યું હોય, તે સહિતના અહેવાલો સામે આવ્યા છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે ખોટી અને બનાવટી સહીઓ કરી વકફ બોર્ડમાં ફેરફાર કરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે , વકફ બોર્ડ ટ્રસ્ટ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, તેવું જંબુસર તાલુકાના દહેગામના મુસ્લિમ ટ્રસ્ટના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું છે, આ ટ્રસ્ટના લોકોએ જણાવ્યું કે ઇસ્લામુલ મુસ્લિમ ટ્રસ્ટ બી 1016 દ્વારા સામાન્ય સભા કરવામાં આવી હતી, જેમાં નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તેવો ઉલ્લેખ કરાયો છે પરંતુ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની ગામમાં કોઈપણ સભા ભરવામાં આવી નથી , અને ટ્રસ્ટીઓ દ્વારા બોગસ સહીઓ કરી નવી કમિટીની રચના ખોટી રીતે કરવામાં આવી હોય તેવું ગામના જાગૃત યુવાનો અને વડીલો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તેઓએ જણાવ્યું છે કે અમારા વકફ બોર્ડ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર ની યોગ્ય તપાસ થાય અને વિશ્વાસઘાતની ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય છે.
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામમાં આવેલ ઇસ્લામુલ મુસ્લિમમીન ટ્રસ્ટના વહીવટદારો દ્વારા વકફ ફોર્ડ ગાંધીનગર ખાતે બોગસ અને ખોટી સહીઓ વાળો ઠરાવ કરી નવા ટ્રસ્ટીઓના નામો જોડિયા હોવાનો જંબુસર ગામના જાગૃત નાગરિક દ્વારા ટ્રસ્ટીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવા અને જે વ્યક્તિએ ખોટી સહયો કરી છે તેમના એફિડેબિટ સાથે મુખ્યમંત્રી તેમજ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને લેખિતમાં ફરિયાદ કરી છે તેઓનું કહેવું છે કે સંસ્થા દ્વારા કરવામાં આવતા ગેર વહીવટની ફરિયાદ વકફ ના કાયદાની કલમ 70 હેઠળ દાખલ કરવામાં આવેલ છે આ અંગે યોગ્ય તપાસ કરી ગેર વહીવટ કરનારા સમક્ષ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ કરી છે.