ધી ભરૂચ નર્મદા જિલ્લા કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થયા
આ કાર્યક્રમમાં નિવૃત્ત થતા સભાસદો નું સન્માન કરવામાં આવ્યું, ધોરણ 10 ,12 ના તેજસ્વી તરલાઓને સન્માનિત કરવામાં આવ્યા, જિલ્લાની શાળાઓમાં જે વિદ્યાર્થીઓના માતા પિતા નથી તેવા બાળકોને શૈક્ષણિક કીટ તથા જરૂરી સહાયનું વિતરણ કરવામાં આવ્યું,
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા રાઓલ અને નર્મદા શિક્ષણાધિકારી શ્રીમતી કિરણબેન પટેલ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હતા, શ્રી પ્રવીણસિંહજી રણા, શ્રી કિરીટસિંહ મહીડા, શ્રી અમિતસિંહ વાંસદીયા, શ્રી મુકેશકુમાર ટેલર, શ્રી સંજય કુમાર વસાવાનું સન્માન કરવામાં આવ્યું.
શ્રી પ્રવિણસિંહ રણાએ માધ્યમિક ક્રેડિટ સોસાયટી ની શરૂઆત થી આજ સુધીન વિકાસની માહિતી આપી હતી અને શ્રી સ્વાતીબા રાઓલે ભરૂચ જિલ્લા દ્વારા જે ક્રેડિટ સોસાયટી કર્મચારીઓ માટે અને સમાજ માટે વિશેષ સેવા રૂપ બની છે તે માટે પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે ભરૂચ નર્મદા જિલ્લાના વિવિધ સંઘોના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ભરૂચ નર્મદા જિલ્લાના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમનું સફળ સંચાલન માધ્યમિક ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી કિરીટસિંહ ઘરિયાએ કર્યું હતું.
ધી ભરૂચ નર્મદા જિલ્લા કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થયા
Advertisement