*રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા જિલ્લામાં મહિલા સંગઠનની નિમણૂંક
વિશ્વમાં વણિક, બ્રાહ્મણ, ક્ષત્રિય તેમજ દરેક સમાજનું સામાજિક વ્યસ્થામાં અલગ અલગ યોગદાન કે જવાબદારી નિશ્ચિત રહેતી હોય છે જે મુજબ બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન પરશુરામજીના આશીર્વાદથી બ્રહ્મ કર્તવ્ય અને બ્રહ્મસમાજના સેવાકીય કાર્યો નાં ઉત્થાનઅર્થે સમાજોપયોગી પ્રવૃતિ કરવાના ઉદ્દેશ જેમકે આદિ કાળથી બ્રાહ્મણોનું જે ઉત્તરદાયિત્વ રહ્યું છે તે, વેદ અને ઉપનિષદ શાસ્ત્રો દ્વારા ધાર્મિક વિધિઓ, યજ્ઞો, આધ્યાત્મિક માર્ગદર્શન, વૈદિક સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણી અને પ્રોત્સાહન, શૈક્ષણિક વ્યાપ વધારી પ્રોત્સાહન, દરેક સમુદાયને ટેકો આપી સેવા આપવી, જ્ઞાન અને શાણપણની જાળવણી અને પ્રસારણ, આધ્યાત્મિક વિકાસ અને બ્રાહ્મણોનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પરિપૂર્ણ કરવા અર્થે રાષ્ટ્રીય પરશુરામ સેના રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે.
રાષ્ટ્રીય સલાહકાર નિખિલભાઈ ભટ્ટ, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્ર પારાશર, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આશાબેન જોશી નાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર અધ્યક્ષ દર્શાબેન જોશી દ્વારા ગુજરાત પ્રદેશ મીડિયા સેલ અધ્યક્ષ ભાર્ગવ ઠાકર ની
ઉપસ્થિતમાં નારી શક્તિ ને વિશેષ પ્રાધાન્ય પ્રદાન કરી આ તબક્કે સૌરાષ્ટ્ર પ્રભારી અવનીબહેન ત્રિવેદી, મિત્તલ બહેન શુક્લા, રેખા બહેન જોશી દ્વારા સંગઠિત ટીમ જામનગર જિલ્લા પ્રભારી તરીકે મિતલબેન શુક્લા, અધ્યક્ષ રૂપલબેન ઠાકર, ઉપાધ્યક્ષ શોભનાબેન ત્રિવેદી, ઉપાધ્યક્ષ કાજલબેન જોષી, ઉપાધ્યક્ષ શિલ્પાબેન પંડ્યા, ઉપાધ્યક્ષ હર્ષાબેન જાની, સચિવ જ્સ્મિનાબેન ત્રિવેદી, ઉપસચિવ ઉર્વીબેન જોષી, ઉપસચિવ , ઇલાબેન જાની, ઉપસચિવ હેમાબેન જોષી, ઉપસચિવ વિપુલાબેન ડી. કપટા, ઉપસચિવ મેઘનાબેન જોષી, સંગઠન મંત્રી ભાવિકાબેન જોષી, સંગઠન મંત્રી ક્રિષ્નાબેન શુક્લા, સંગઠન મહામંત્રી ચેતનાબેન જોષી, સંગઠન મહામંત્રી જીજ્ઞાસાબેન ત્રિવેદી, કારોબારી સદસ્ય લતાબેન ઓઝા, કારોબારી સદસ્ય ડૉ. સ્વાતિબેન મહેતા, કારોબારી સદસ્ય વલેરીબેન જોષી, કારોબારી સદસ્ય જાનવીબેન જોષી, કારોબારી સદસ્ય વીણાબેન ભટ્ટ, કારોબારી સદસ્ય ડો.રાધિકાબેન ત્રિવેદીની નિમણુક કરવામાં આવેલ છે. શહેર મીડિયા સેલના ચાંદની બેનની યાદી જણાવે છે.