*ભરૂચમાં ગુનાહિત કાવતરું થાય તે પહેલા જ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીબી ની ટીમ*
ભરૂચ શહેરમાં આગામી તહેવારોને અનુલક્ષીને કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અનુસાર જુદી જુદી ટીમ બનાવી શહેરમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજપીપળા ચોકડી પાસેથી હાથ બનાવટની પિસ્તોલ તથા કાર્ટિસ્ટ અને હથિયાર સાથે એક શખ્સને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવેલ હોય કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લામાં સઘન ચેકિંગ ચાલુ રાખી અસરકારક તથા પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસે સઘન ચેકિંગ કામગીરી હાથ ધરી હોય તે દરમિયાન જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસાર ગતરાત્રિના ભરૂચ શહેર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળેલ કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ સર્વિસ રોડ પર એક શખ્સ પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ જેવું હથિયાર છે , તેઓએ અન્ય કોઈ શખ્સ સાથે મળી ગુનાહિત કામગીરી કરનાર હોય જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટીમે પંચો રૂબરૂ સાથે રાખી તાત્કાલિક પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચી તલાસી લેતા એક શખ્સ રાત્રીના અંધારા નો લાભ લઇ મોટરસાયકલ મૂકી નાસી છૂટ્યો હોય અને ત્યાંથી એક શખ્સને ઝડપી પાડ્યો હોય તેમની પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તથા કાર્ટિઝ નંગ 14 ભરેલ મેગેઝીન નંગ 2 મળી આવેલ હોય, પોલીસે તલાશી લઈ પકડાયેલ શખ્સને હથિયાર બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પોલીસ સમક્ષ જોલવા ગામે પંચરની દુકાનમાં રહેતા પોતાના મિત્ર રોહિત મંડલે ગુનાહિત કામ કરવા રાજપીપળા ચોકડી બોલાવતા તે આવ્યો હતો, અને તેને રોહિતે આ હથિયાર અને મેગઝીન રાખવા આપ્યા હતા , પોતે બંને કોઈ ગુનાહિત કાવતરું કરવાના હોય તે પહેલા જ પોલીસે આરોપી (1) ભરત માલભાઈ ઉંમર વર્ષ 30 હાલ રહે. જોલવા ગામ પાણીની ટાંકી પાસે ઝુપડપટ્ટીમાં તાલુકો વાગરા જીલ્લો ભરૂચ, મૂળ રહેઠાણ બોટાદ આ તકે આરોપી રોહિત સુનિલ મંડલ બનાવ સ્થળેથી નાસી છૂટ્યો હોય રોહિતને વોન્ટેડ જાહેર કરી બંને આરોપી વિરુદ્ધ એલસીબી પોલીસે આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે , પકડાયેલ આરોપી ભરત બાંભા વર્ષ 2017 માં એ ડિવિઝન પોલીસ ખાતે જી.પી. એક્ટના ગુનામાં સંડોવાયેલ હોય, તેમ જ રોહિત નો પણ ગુનાહિત ઇતિહાસ સહિતની બાબતોએ એલસીબી પોલીસે તપાસ હાથ ધરી દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 15000 જીવતા કાર્ટિંઝ નંગ 14 કિંમત રૂપિયા 14000, મેગઝીન હોન્ડા સાઈન નંબર GJ-16-DH-6390 કિંમત રૂપિયા 50000 મોબાઈલ ફોન નંગ -1 કિંમત રૂપિયા 5000 મળી પોલીસે કુલ રૂપિયા 71, 400 નો મુદ્દા માલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ રોહિત ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.