*ભરૂચના સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ખાતે વૃક્ષારોપણ કરાયું*
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો અહીં પ્રતિવર્ષ પ્રાકૃતિક આબોહવાને સુધારવા માટે સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ નું સહુ સાથે મળી આયોજન કરે છે.
સક્રિય પત્રકાર સંઘના સભ્યોએ આજે નાંદે લાવ ખાતે ગ્રામ પંચાયતના સહયોગથી અને વન વિભાગના સૌજન્યથી વૃક્ષારોપણ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં મા કે નામ એક વૃક્ષ તે સૂત્રને સાર્થક કરવા માટે આજરોજ પત્રકાર સંઘના વડીલો ભાઈઓ બહેનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું તેઓએ સમાજને આ અંગે મેસેજ આપ્યો હતો કે જીવન જરૂરિયાતના એક સાધન તરીકે વૃક્ષ પણ પ્રાકૃતિક સૌંદર્યને વધારવા માટે અત્યંત જરૂરી છે જેમ જીવનમાં તમામ વસ્તુઓ કુદરતી રીતે મહત્વની હોય છે તેમ જીવનમાં વૃક્ષોનું પણ ખૂબ મહત્વ છે જે આપણી આસપાસમાં બનતા કાર્બન ડાયોક્સાઇડ ને ગ્રહણ કરે છે અને ઓક્સિજનનું વહન કરે છે આથી વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણને સુંદર બનાવી સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવા માટે આજે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યોએ વૃક્ષારોપણ કર્યું હતું.