Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

Share

*૭મો રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ*
——-
*એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ*
——
*સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમારા દ્વારા બનાવવામાં આવેલા શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે – શ્રી ઉદિત અગ્રવાલ, મુખ્ય કારોબારી અધિકારીશ્રી, સ્ટેચ્યુ ઓફ યુનિટી*
——–
*SoUADTGA અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘SAPTI’ના સંયુકત ઉપક્રમે થનારુ આયોજન*
——–
માં નર્મદાના ખોળે અને સરદાર સાહેબની પ્રતિમાની સાક્ષીએ એકતા નગર ખાતે SoUADTGA અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘SAPTI’ના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નું ઉદ્ઘાટન સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં આગામી ૨૦ દિવસ સુધી યુવા અને ઉભરતા શિલ્પકારો માટે એક અમુલ્ય તક ઉભી થશે.

ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કાર્યરત સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘SAPTI’ દ્વારા આજની પેઢીના ઉભરતા કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડી પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે ત્યારે એકતા નગર ખાતે ચાલનાર ૨૦ દિવસીય શિલ્પોત્સવમાં “સાપ્તી” શિર્ષક હેઠળ યુવા શિલ્પકારો પોતાની કલાકૃતિઓનું સર્જન કરશે.

Advertisement

આ પ્રસંગે શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે, ૭મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમનું ખુબ ટુંકા સમયમાં ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે અને તેના માટે એકતા નગરની પવિત્ર ભુમી પસંદ કરવામાં આવી છે તે આપણા સૌ માટે ગર્વની બાબત છે.અતિમહત્વની બાબત એ છે કે, શિલ્પકળાનું સૌથી યોગ્યતમ જગ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ હોઇ શકે કારણ કે, અહિંયા દુનિયાની સૌથી ઉંચીં પ્રતિમા સ્થાપિત છે અને આ પ્રતિમાં શિલ્પકારીની દ્રષ્ટીએ સમગ્ર વિશ્વમાં ઉદાહરણીય છે.

વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યુ હતુ કે, શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે સાપ્તિએ હંમેશા ઉત્સાહ બતાવ્યો છે,અને એકતા નગરની પસંદગી કરવા બદલ સાપ્તિને અભિનંદન પાઠવ્યા હતા, અને શિલ્પકારોનો ઉત્સાહ વધારતા જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપના દ્વારા બનાવવામાં આવેલ શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, અને જરૂરથી આપ સૌની પાસેથી અમે પ્રેરણા લઇશુ.

આ પ્રસંગે સાપ્તિના ડાયરેકટર શ્રી ડી.કે.પટેલ અધિક કલેકટર શ્રી નારાયણ માધુ,નાયબ કલેકટર સર્વ શ્રી ડૉ. પંકજ વલવાઇ, શ્રી દર્શક વિઠલાણી,શ્રી અભિષેક સિન્હા સહીત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપ્તિના અધિકારીશ્રીઓ અને શિલ્પકારો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચના નેત્રંગ ખાતે લાલ મંટોડી શાળાના ધાબા પરથી પટકાતા એક આધેડનું મોત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં રેમડીસીવીર ઇન્જેકશન મેળવવા અંગે કલેકટરે નાગરિકોને આપેલ સંદેશ…જાણો.

ProudOfGujarat

વડોદરા : કૃષ્ણનગર પાસે વિશ્વામિત્રી નદી પર આવેલ પુલ નવો બનાવવાની માંગ સાથે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!