Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા.

Share

વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા.

જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે: ચૈતર વસાવા

Advertisement

આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી: ચૈતર વસાવા

અમારા મંજુર થયેલા કામની જગ્યાએ બિનઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે: ચૈતર વસાવા

(આરીફ જી કુરેશી : રાજપીપળા ) આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લાના કલેકટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા.

પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. અને આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે, તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. આ તમામ મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબને ચેમ્બરની સામે અમે ધરણા પર બેઠા છીએ.


Share

Related posts

સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામાથી લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં ૫૦ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચમાં બોટાદ જેવી ઘટના ના બને તે માટે ભરૂચ પોલીસ સતર્ક, 24 કલાકમાં 100 કેસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!