Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જયાપાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થતાં પાંચ દિવસ મોળુ જમી કુંવારી બહેનોએ વ્રત ની શરૂઆત કરી

Share

જયાપાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થતાં પાંચ દિવસ મોળુ જમી કુંવારી બહેનોએ વ્રત ની શરૂઆત કરી

તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથીજ ભગવાન શિવની આરાધના પૂજન અર્ચન માટે કુવારીકાઓની સવારથી જ ભીડ જોવા મળી હતી

Advertisement

અષાઢ સુદ-૧૩ને શુક્રવાર આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું.આ વ્રત પાંચ દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો પાંચ દિવસ સુધી મોળું જમીને કરે છે. આખો દિવસ મોળું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર-પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે.આમ પાંચ દિવસ સુધી કુંવારી બહેનોએ મોળું જમીને આ વ્રત અને શંકર-પાર્વતીની પૂજા કરવાની હોય છે.

હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે. આમાંથી એક છે જયા પાર્વતી વ્રત. જેને ગૌરીવ્રત કે ગોરો પણ કહેવામાં આવે છે. ગૌરીવ્રત ૧૪ વર્ષથી નાની કન્યાઓ કરે છે. જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે. આ વ્રત દર વર્ષે અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ સુધી કરવાનું હોય છે.જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત અપરિણીત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરિણીત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અ વિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે. આ વ્રતનું પાલન કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.

આ વ્રત ખાસ કરીને અપરિણીત મહિલાઓ પોતાનો ઈચ્છિત વર મેળવવા માટે રાખે છે.

જયા પાર્વતી વ્રત રાખવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવનસાથી મળે છે અને સારા પરિણામ પણ મળે છે.એક દંતકથા અનુસાર, દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું. જયા પાર્વતી વ્રતનું પાલન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે.

જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠું વર્જિત છે. એવું કહેવાય છે કે જે આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે કરે છે, તેના દાંપત્ય જીવનમાં ખુશીઓ વાસ કરે છે. જો કે, આ વ્રતને લગતા ઘણા મુશ્કેલ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી એક મીઠા પર પ્રતિબંધ છે. જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે.

એક દંતકથા મુજબ એક વાર માતા પાર્વતીએ તમામ દેવી- દેવતાઓને કૈલાસ પર્વત પર ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. બધા દેવી-દેવતાઓ કૈલાસ પહોંચ્યા જ્યાં માતા પાર્વતીએ અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી. આ પછી માતા પાર્વતીએ બધાને ભોજન પીરસ્યું અને બધાએ ખૂબ ઉત્સાહથી ભોજન કર્યું. માતા પાર્વતીએ બનાવેલ ભોજન ખાઈને બધા દેવી-દેવતાઓ ખુશ થયા, પરંતુ જ્યારે માતા પાર્વતીએ તે ભોજન ખાધું ત્યારે તેમાં મીઠું નહોતું. માતા પાર્વતીએ વિચાર્યું કે બધા દેવી-દેવતાઓ તેમના આદરમાં મીઠા વગરનું ભોજન ખૂબ જ પ્રેમથી આરોગ્યું. આ પછી માતા પાર્વતીએ તમામ દેવી-દેવતાઓને કહ્યું કે મીઠા વગરના ભોજનને ઉપવાસના ભોજન સમાન માનવામાં આવે છે અને તેથી તમામ દેવી-દેવતાઓએ વ્રત કર્યું છે.

ત્યારથી દર વર્ષે અષાઢ સુદ તેરસના દિવસને જયા પાર્વતી વ્રત તરીકે મનાવવામાં આવે છે. જેમાં મીઠાના સેવન પર વર્જીત રહેશે. ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઇ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે.ત્યાર બાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથી ભગવાન શંકરને યાદ કરી એ જવારાની રૂ, કંકુ-ચોખા અને પૂજાપા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે.કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. અને પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત ઉજવનાર ગોરણી જમાડી વ્રતની ઉજવણી કરે છે.


Share

Related posts

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર : રસ્તાને લગતી કામગીરીમાં બેદરકારી: ખાડાઓમાં મેટલના ઢગલા મૂકી તંત્ર ગાયબ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!