ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા એ.એસ.આઈ જુગારનો કેસ ન કરવા બાબતે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ અંગે વિગત જોતા સુત્રો ના જણાવ્યા અનુસાર જશવંતભાઈ સનાભાઈ વસાવા ઉ.વ ૫૭ એ.એસ.આઈ ઉમલ્લા પોલીસ સ્ટેશન પાણેથા આઉટ પોસ્ટ એ જુગારનો કેસ ન કરવા બાબતે રૂ. ૧૫૦૦૦ ની માંગણી કરી હતી. ફરીયાદી ઉપર જુગારનો કેસ નઈ કરવા બાબતે આરોપીએ ૧૫૦૦૦ ની લાંચની માગણી કરેલ હતી જે લાંચના નાણા ફરીયાદી આપવા ન હોઈ ફરીયાદીએ એ.સી.બી માં ફરીયાદ કરી હતી જેથી એ.સી.બી દ્વારા છટકાનુ આયોજન કરાયું હતુ જેમાં લાંચ લેતા આરોપી રંગે હાથ ઝડપાયા હતા. રૂ. ૧૫૦૦૦ લાંચની રકમ રીકવર કરવામાં આવી હતી. ટ્રીપીંગ અધિકારી પી.ડી. બારોટ પોલીસ ઈન્સ્પેકટર નર્મદા એ.સી.બી અને સુપર વિઝન અધિકારી તરીકે શ્રી એન.પી.ગોહિલ મદદનીશ નિયામક વડોદરા એ ફરજ બજાવી હતી.
Advertisement
1 comment
Nice