*ભરૂચમાં ઝાડેશ્વર થી બસ સ્ટેશન સુધીના બિસ્માર માર્ગને લઈ મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત કચેરીએ હલ્લાબોલ*
ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીનો માર્ગ અત્યંત બીસ્માર હોય જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓને ભારે પરેશાની નો સામનો કરવો પડે છે, આથી જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરી ચોમાસાના સમયમાં આ માર્ગને યોગ્ય બનાવી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ભરૂચ જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીનું મુખ્ય માર્ગ પર ઠેર ઠેર એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા ભુવા અને રબડીરાજ હોવાના કારણે આ વિસ્તારના રહેવાસીઓ મહિલાઓ અનેક રીતે પરેશાનીમાં મુકાયા છે, આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી અહીં સરકાર તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા માર્ગ બનાવવાના જુઠા વચનો આપવામાં આવે છે, પ્રતિવર્ષ આ વિસ્તારની ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ આખરે જાય છે ક્યાં?? ઉપરાંત અહીંના રહેવાસીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં અમારા વિસ્તારની બિસ્માર માર્ગની સમસ્યા આ માર્ગ પર જગ્યાએ જગ્યાએ ભુવા અને ખાડાનું સામ્રાજ્ય છવાયેલું છે, જો અમોને પૂરતા પ્રમાણમાં સુખ સુવિધાઓ સુંદર માર્ગ આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે તેમજ તેઓનું કહેવું છે કે આ વિસ્તારનો વિકાસ ના કરવો હોય તો સ્થાનિક પ્રતિનિધિઓ અને જિલ્લા પંચાયતના અધિકારીઓને અહીં આવવું પણ મુશ્કેલ બનશે તેવું વાતાવરણ આ વિસ્તારની બહેનો દ્વારા ઊભું કરવામાં આવશે આથી તાત્કાલિક અસરથી ભરૂચ ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગની મરામતની કામગીરી કરી આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.