Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત

Share

*સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત*

ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને અનેક ગણી તકલીફો ભોગવવાનો વારો આવ્યો હોય , તેમજ ગુજરાતમાં અભ્યાસ કરાવતા શિક્ષકો ને પૂરતું ગુજરાતી વાંચતા લખતા કે સમજવામાં મુશ્કેલી થતી હોય આથી વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં સતત વધારો થતા આમ આદમી પાર્ટી ભરૂચના રોહિત કુમાર પટેલ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને એક લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

Advertisement

આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે એકલવ્ય શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનું ભાવી જોખમાય તેવી સ્થિતિમાં મુકાયું છે, એક તરફ સરકાર દ્વારા એકલવ્ય શાળાઓ શરૂ કરાય છે જેમાં વિદ્યાર્થીઓને ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં સારી ગુણવત્તા યુક્ત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે, સરકાર દ્વારા આદિવાસી તથા પછાત વિસ્તારના બાળકો માટે એકલવ્ય શાળાઓ શરૂ કરાય છે પરંતુ ત્યાં શાળાના શિક્ષકો કે અન્ય સ્ટાફને માતૃભાષા નું કોઈપણ પ્રકારનું જ્ઞાન નથી ગુજરાતમાં શાળા આવેલી હોય તો શિક્ષકને ગુજરાતી ભાષા નું જ્ઞાન હોવું આવશ્યક છે અહીં નિયમિતપણે બાળકોને મધ્યાહન ભોજન સ્વરૂપે ભોજન પીરસવામાં આવે છે, પરંતુ ભોજન પીરસતી કંપની મહેસાણાની હોય જેથી બાળકોને ગંદા અનાજ શાકભાજીમાંથી ભોજન આપવામાં આવતું હોય તે સહિતની બાબતે આમ આદમી પાર્ટીએ સરકારની શિક્ષણ નીતિ વિષયક આ આવેદન પત્રથી અનેક સવાલો ઊભા કર્યા છે, ઉપરાંત પુનિવાડ શાળામાં તાજેતરમાં 116 જેટલા બાળકોને ફૂડપોઈઝનિંગ થયું હતું સરકાર દ્વારા આ પ્રકારની બાળકો તથા વાલીઓ સાથે આચરવામાં આવતી છેતરપિંડી બંધ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગ કરી છે તેમજ તાજેતરમાં અંબાજી ખાતે આવેલ એકલવ્ય શાળામાં બાળકોને ગુણવત્તાહીન ભોજન પીરસવામાં આવ્યું હતું જેના કારણે ધરણા પર બેસવા ની ફરજ પડી હતી આથી વિદ્યાર્થીઓ અને વાલીઓની આ સમસ્યાનું નિરાકરણ સરકાર દ્વારા વહેલી તકે લાવવામાં નહીં આવે તો વાલીઓને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી આમ આદમી પાર્ટીએ ઉચ્ચારી છે સરકાર સમક્ષ માંગ કરી છે કે વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી છે.


Share

Related posts

ચાઈનીઝ માંજા અને તુક્કલના વેચાણ સામે ભરૂચ નગરપાલિકાની ટીમ મેદાનમાં.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે વાઘેશ્વર મંદિરનો પતરાનો શેડ વાવાઝોડામાં ઉડયો.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં રોડ-રસ્તા,ગટર, જાહેર શૌચાલય સહિત ની સમસ્યાઓ ને લઇને યુવા શક્તિ ગૃપ દ્વારા 12 માર્ચથી અચોક્કસ મુદત ના ઉપવાસ આંદોલન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!