Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સુરતમાંથી સારોલી પોલીસે 8 કિલો 315 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને પકડ્યો

Share

સુરતમાંથી સારોલી પોલીસે 8 કિલો 315 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને પકડ્યો

પોલીસે નિયોલ ચેક પોસ્ટ નજીક સાબરગામ ચાર રસ્તા પાસેથી ઓરિસ્સા ગંજામ જિલ્લાના વતની આરોપી સંતોષ બીડયાધરા ડાકુઆને ઝડપી પાડ્યો

Advertisement

સુરતમાંથી વધુ એક વખત ગાંજાનો જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં સારોલી પોલીસે ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે 83,150 રૂપિયાની કિમંતનો 8 કિલો 315 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.

સુરતમાં સારોલી પોલીસની ટીમે નિયોલ ચેક પોસ્ટ નજીક સાબરગામ ચાર રસ્તા પાસેથી ઓરિસ્સા ગંજામ જિલ્લાના વતની આરોપી સંતોષ બીડયાધરા ડાકુઆ (ઉ.42)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે 83,150 રૂપિયાની કિંમતનો 8 કિલો 315 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે તેમજ ગાંજાનો જથ્થો આપનાર અને ખરીદનારને વોન્ટેડ જાહેર કર્યા છે. સારોલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

જામનગરના સિક્કા ખાતે રૂ.30 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

ProudOfGujarat

નડીયાદ પાસે કારને એસ.ટી.બસે ટક્કર મારતાં વૃદ્ધનું મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!