Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કલેકટરના જાહેરનામાના ભંગ બદલ મોરબીના યુવાનને ઝડપી લેતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

Share

*કલેકટરના જાહેરનામાના ભંગ બદલ મોરબીના યુવાનને ઝડપી લેતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ*

ભરૂચમાં કલેકટરના જાહેરનામાનો ભંગ કરી મોડી રાત્રે નર્મદા મૈયા બ્રિજ પર ટેમ્પો ચલાવનાર મોરબીના શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હાથ ધરી હતી.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કલેકટર દ્વારા તારીખ 5/5/ 2024 થી તારીખ 4/ 8/ 2024 સુધી નર્મદા મૈયા બ્રિજ પર રાત્રે 12 વાગ્યાથી 24 વાગ્યા સુધી ત્રણ મહિના માટે ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમ કે ખાનગી બસ, તમામ પ્રકારના ભારે ટ્રકો, ટેમ્પો, ટેન્કરો સહિતની અવર-જવર બંધ હોવા છતાં ગતરાત્રિના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન નિલેશ મોહન નદીસાડીયા ઉંમર વર્ષ 25 રહે રાજપર મોરબી ને પોલીસે નર્મદામૈયા બ્રિજ પર ટેમ્પો હંકારી જતા અટકાયત કરી છે પોલીસે ટેમ્પો નંબર જીજે -36- ટી -9664 નામનો ટેમ્પો પોલીસ કબજામાં લઈ આરોપી નિલેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

ભરૂચ ના ફાટાતળાવ થી ગાંધીબજાર ચોક તરફ જવાના માર્ગ ઉપર પાણી વચ્ચે ખાડા માં આઇસર ટેમ્પો ફસાયો હતો.જેના કારણે રસ્તા પર અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી હતી…

ProudOfGujarat

માંગરોળ, વાંકલ, નાની નરોલીના ધો. 10 નાં પરિણામો.

ProudOfGujarat

રક્ષાબંધન નિમિત્તે વલસાડમાં ભાજપ કાર્યકર્તા બહેનો એ અનુસૂચિત જાતિના ભાઈઓને રાખડી બાંધી ,જ્યારે દેશની આન બાન અને શાન સૈનિકોને પણ બહેનોનું રક્ષા કવચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!