Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આશુરા પર્વ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આશુરા પર્વ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું…

મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વલણ સ્થિત વલણ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું. આશુરા પર્વ એ મુસ્લિમ સમુદાયના લોકો માટે એક અતિ મહત્વ ધરાવતું પર્વ છે. કરબલાના શહીદોની સ્મૃતિમાં દર વર્ષે પરંપરાગત રીતે આશુરા પર્વની મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા જરૂરતમંદોને મદદરૂપ બની એક સરાહનીય કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા પાલેજ તેમજ વલણ સ્થિત હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ કરી એક સુંદર સરાહનીય કાર્ય કરી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યા છે.

Advertisement

Share

Related posts

*આજરોજ અંકલેશ્વર તાલુકાના ખુશાલી ઉછાલી ગામ પંચાયત સમરસ થઈ*

ProudOfGujarat

વડોદરા : રહસ્યમય આશંકાઓ : GSFC ના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીએ પ્લાન્ટમાં જ આપઘાત કરી લેતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રીજ નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!