Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

એકતા નગર ખાતે ખાનગી એજન્સી દ્વારા કર્મચારીઓનુ શોષણ

Share

એકતા નગર ખાતે ખાનગી એજન્સી દ્વારા કર્મચારીઓનુ શોષણ

એકતા નગર ખાતે છેલ્લા ઘણા સમય થી સરદાર સરોવર નર્મદા નિગમ કેવડિયા એકતાનગર દ્વારા સંચાલિત ઓરિએન્ટલ નામની એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ સિક્યુરિટી તથા હાઉસ કીપિંગ ની પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યા છે આ કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગારના ચૂકવતા આજરોજ તેઓ ફરજ પરના સ્થળની બહાર ગેટ પાસે ભેગા થયા હતા તેમજ નોકરીથી દૂર રહ્યા હતા મહત્વની બાબતો એ છે કે આ કર્મચારીઓમાંથી મોટાભાગના ઓળખકાર્ડ વગર જ નોકરી કરી રહ્યા છે તથા તેઓને પગાર બાબતની પગાર સ્લીપ પણ ન મળતી હોવાની બૂમો ઊઠી છે જ્યારે કર્મચારીઓ દ્વારા એજન્સી પાસેથી પગાર સ્લીપ ની માંગણી કરવામાં આવે છે ત્યારે એજન્સીના સંચાલકો દ્વારા નોકરી માટે છૂટા કરી દેવાની પણ ધમકીઓ આપવામાં આવે છે જેના લઈને કર્મચારીઓ મોંઘા મોઢે બધું સહન કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી આ કર્મચારીઓ પોતાની ફરજથી દૂર રહી વિરોધ કરી રહ્યા છે છતાં પણ તેઓની માંગણી ખાનગી એજન્સીઓ તથા કચેરી સ્વીકારી રહી નથી. આ કર્મચારીઓને ન્યાય મળશે કે પછી આ જ રીતે શોષણ નીતિ અપનાવી સબ સલામત હે ની નીતિ અપનાવાશે.

Advertisement

Share

Related posts

ગોધરા :વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ની 136 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદ : મહુધા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વિરાટ જનસભા યોજી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં મૂળ વતનીને સાઉથ આફ્રિકાનાં વેન્ડા ખાતે લૂંટી લેવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!