સાંસરોદના યુવા કવિ ઈમ્તિયાઝ મોદીએ યુવા પ્રતિભા પ્રતિયોગિતામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી નામ રોશન કર્યું…
કરજણ :- કરજણના સાંસરોદ ગામના યુવા કવિ ઈમ્તિયાઝ મોદીએ યુવા પ્રતિભા પ્રતિયોગિતામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે. સાથે સાથે ઈમ્તિયાઝ મોદીએ કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એ ઉક્તિને સાર્થક કરી બતાવી છે.ઈર્શાદ સાહિત્ય મંચ દ્વારા આયોજિત યુવા પ્રતિભા પ્રતિયોગિતા અંતર્ગત રાજ્ય કક્ષાની ગઝલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ૨૫૫ જેટલા યુવા ગઝલકારોને ભાગ લીધો હતો. પ્રથમ તબક્કામાં સર્વશ્રેષ્ઠ વીસ ગઝલકારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમની મેગા ફાઈનલ તારીખ 14 જુલાઈ 2024 ના રોજ વડોદરા ખાતે રાખવામાં આવી હતી. સાંસરોદ ગામના યુવા કવિ ઈમ્તિયાઝ મોદીએ રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
ગુજરાતના નામાંકીત સાહિત્યકારોએ આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. ઈમ્તિયાઝ મોદીએ યુવા પ્રતિભા પ્રતિયોગિતામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરતા સાંસરોદ ગામ સહિત આસપાસના ગામોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. સાથે સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી પોતાના ગામ, પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરનાર ઈમ્તિયાઝ મોદી પર તેઓના શુભેચ્છકો દ્વારા અવિરત શુભેચ્છાઓના સંદેશ આવી રહ્યા છે…
ફોટો લાઇન…
-દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર ઈમ્તિયાઝ મોદી તસવીરમાં દ્રશ્યમાન થઇ રહ્યા છે…
:- યાકુબ પટેલ..કરજણ…