Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

મોહરમ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Share

મોહરમ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ...

પાલેજ :- આગામી બુધવારે મુસ્લિમ સમુદાયના પવિત્ર મોહરમ માસની દસમી તારીખે આશુરા પર્વની ઉજવણી કરવામાં આવશે. જેને અનુલક્ષી ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈની અધ્યક્ષતામાં તાજીયા કમિટીના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમા પાલેજ ટાઉનના અલગ અલગ વિસ્તારોમાં બેસાડેલા તાજીયા કમિટીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈએ આશુરા પર્વ કોમી એકતા સાથે અને સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઇપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આશુરા પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. તાજિયા કમિટીના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી...

:- યાકુબ પટેલ..પાલેજ...


Share

Related posts

ભરૂચમાં બુટલેગરોએ ફરી માથું ઉચકયું, અંબિકા નગર વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ.

ProudOfGujarat

ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત યુવાન અને યુવતીએ ગામનાં ખેતરમાં ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો.

ProudOfGujarat

લગ્નની લાલચ આપી દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!