*કૃષિ વિભાગ દ્વારા એજન્સીઓને બિયારણ નો કોન્ટ્રાક્ટ અપાતા તપાસની માંગ કરતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા*
ખેતી વિભાગ દ્વારા કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂતો માટે બિયારણ પૂરું પાડતી સહકારી સંસ્થાઓ ના બદલે પ્રાઇવેટ એજન્સીઓને આ કામગીરી આપવામાં આવતા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરવા માંગ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પાઠવાયેલ આલેખિત પત્રમાં જણાવ્યું છે, કે ખેતી વિભાગ કૃષિ મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ની વિવિધ સબસીડી દ્વારા ખેડૂતોને બિયારણ ઉપલબ્ધ કરવામાં આવે છે, ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ પ્રાપ્ત થાય અને સમયસર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા બીજ નિગમની સ્થાપના કરાય છે, ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી સંસ્થાઓ પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે ખેડૂતોને સમયસર બિયારણ ઉપલબ્ધ થઈ શકે તે માટે સહકારી સંસ્થાઓ પૂરક બની તેમને બિયારણ પૂરું પાડતી હોય છે, પરંતુ ઘણા લાંબા સમય થી બિયારણ પૂરું પાડવાની કામગીરી પ્રાઇવેટ એજન્સીઓને સોંપવામાં આવતા ખેતી વિભાગ – કૃષિ મંત્રાલયમાં કોઈપણ પ્રકારની પારદર્શકતા જોવા મળતી નથી આ કાર્યમાં પ્રાઇવેટ એજન્સીઓને કામગીરી સોંપવામાં આવતા એમ્પ્લેનલ પ્રક્રિયા પણ ઘણી જટિલ તથા ચોક્કસ પારદર્શકતા વાડી રહી નથી , આ પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા અવારનવાર ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તે સહિતના મુદ્દાઓ લેખિત પત્રમાં સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને જણાવ્યા છે, ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું છે કે કોઈપણ કામની 5 કરોડથી વધુની ઈ ટેનડરીંગ ખરીદી કરવાની સરકારની નીતિ હોવા છતાં કયા સંજોગોમાં સીધી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા યોગ્ય કહી શકાય?? આથી તેઓએ આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી છે અને પ્રાઇવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ ફાળવવા તથા બિયારણ ઉપલબ્ધ કરાવવાની બાબતોમાં થતા વિલંબ સહિત મુદ્દે કસૂરવારો સામે યોગ્ય પગલા ભરવા માંગ કરી છે.