*ભરૂચમાં નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે અનેક લોકો રોજગાર- ઘરવિહોણા બન્યા*
ભરૂચમાં ટોલટેક્સ ખાતે નાના પાયે ધંધો રોજગાર કરતા લોકો ના લારી ગલ્લા પરથી હટાવવામાં આવતા તેઓની ગેરહાજરીમાં તેમના ઝુંપડા તાલપત્રી ખસેડવામાં આવતા ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાય લેખિત આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે , ભરૂચ ટોલટેક્સ ખાતે નાના પાયે ધંધો રોજગાર કરતા લોકોને તેમની રોજી રોટી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા છીનવી લેવામાં આવેલ છે, જે યોગ્ય ગણી શકાય નહીં, અહીં નિયમિત રોજનું રોજ કમાઈ પેટીયુ રડતા લોકો હોય છે, જેઓ ટોલટેક્સ પાસે ખારીસિંગ, ચા, નાસ્તો વેચી પોતાનું ગુજરાન ચલાવે છે, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શનિવારના રોજ લારી ગલ્લા બંધ રાખવા ની જાણ કરવામાં આવતા તમામ પરિવારો દ્વારા એક દિવસ માટે લારી ગલ્લા બંધ રાખવામાં આવ્યા હતા. આ તમામ લોકો રોજબરોજનું નાની સુની કમાણી કરી રોજનું જમતા હોય છે , તે તમામ લોકો ને ઓથોરિટી દ્વારા અચાનક જ ટોલટેક્સ ખાતે કોઈ પણ પ્રકારનું વેચાણ ન કરવાનું ફરમાન કરવામાં આવતા આ લોકો રોજગાર વિના પોતાનું ગુજરાન કેમ ચલાવવું તે સહિતની સમસ્યાઓથી પરેશાન છે, તેવામાં નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ દ્વારા તેમની ગેરહાજરીમાં તમામ લોકોના ઝુપડા તાલપત્રી વગેરે હટાવવામાં આવ્યું છે, આથી આ લોકો બેરોજગાર અને ઘરવિહોણા બન્યા છે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સમક્ષ બેરોજગાર લોકોને રોજગારી ફાળવવા માટે અન્ય કોઈ જગ્યાએ વેચાણ કરવાની પરવાનગી આપવામાં આવે તથા તેઓના ઝુંપડા તાલપત્રી પરત કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
અત્રે નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે નાના એકમો માં કામ કરતા તેમજ રોજનું રોજ કરી પેટીયુ રડતા લોકોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, વર્ષ 2021 ના સમયમાં કોલેજ રોડ ખાતે આવેલ ખેતલઆપા ટી સ્ટોલ, દ્વારકાધીશ, અને આશીર્વાદ હોટલ તમામ ગેરકાયદેસર સ્ટોલ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો ઓર્ડર કલેકટર દ્વારા આપવામાં આવ્યો હતો , પરંતુ મોટા માથાઓની ભલામણ દ્વારા એક પણ પ્રકારના ગેરકાયદેસર લારી ગલ્લા આજ દિન સુધી બંધ કરવામાં આવેલ નથી, તો અહીં નાના પાયે કામ કરી રોજબરોજની કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકોને બેરોજગાર કરવામાં આવ્યા છે , તે નેશનલ હાઇવે ઓથોરિટી ની ગેરસમજણ છે ઉપરાંત ટોલટેક્સની બાજુમાં કામગીરી કરતા બહેનોના પરિવારમાં પતિ, પુત્ર, ભાઈ અન્ય કોઈ પુરુષ પણ નથી તેવા બહેનો ટોલટેક્સ પર શીંગ, દાળિયા, બિસ્કીટ જેવી ચીજ વસ્તુઓ વહેંચી પોતાનું ઘર ચલાવે છે, આથી હાલ બેરોજગાર બનેલા તમામ લોકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે અન્ય કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તથા તેની તાલપત્રી ઝૂંપડા પરત કરી આપવા તેવી અમારી માંગણી છે.