ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન
ખારામાં રોડ કે રોડમાં ખાડો જેવી પરિસ્થિતિ
છેલ્લા 20 વર્ષથી ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી દર ચોમાસે માત્ર ખાડા જ પૂરી જવામાં આવતા હોય છે અને આ વર્ષે તો તે ખારા પૂરવાની કામગીરીમાં વિલંબ જોવા મળી રહેતા હાલ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી રહ્યા છે
ઝાડેશ્વર બસ સ્ટેશન થી લઈને નર્મદા ચોકડી સુધી ના મુખ્ય માર્ગ ઉપર 15 થી વધુ સોસાયટીઓ આવેલી છે
સ્થાનિક લોકોએ ઝાડેશ્વર ગામ પંચાયત ઉપર આંકડા પહાડ વ્યક્ત કર્યા હતા. જેવો એ જણાવ્યું હતું કે ઝાડેશ્વર ગામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોની સુવિધામાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા કે વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ નથી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયત આખ આરા કાન કરી રહી છે આવા અનેક અક્ષોપો સ્થાનિક લોકોએ કર્યા હતા
ઝાડેશ્વર ચોકડી થી લઈ નર્મદા ચોકડી સુધીના જવાના મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે આ મંદિરે રોજ બરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મંદિરના દર્શન અર્થે જતા હોય છે ત્યારે વૃદ્ધ લોકો પણ અહીંથી જ આ રોડ નો ઉપયોગ કરી મંદિરે દર્શન અર્થે પહોંચતા હોય છે ત્યારે ઘણી વખત તો અહીં આવતા કેટલાક લોકો ખાડામાં પડી જવાથી તેઓને મોટી ઈજાઓ પણ થતી હોય છે ત્યારે શનિ-રવિના સમય દરમિયાન આ રોડ ઉપર ખૂબ જ મોટો ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે ખારાના કારણે વાહન ચાલકો પોતાનું વાહન ખાડામાં ન પડે જેને ધ્યાનમાં રાખીએ રોડની સાઈડમાં રાખી આ વાહન પસાર થતા હોય છે ત્યારે માર્ગ પરથી અવર-જવર કરતા લોકો પણ વારંવાર આ ખાડાઓમાં પરી જવાથી મોટી ઇજાઓ થતી જોવા મળતી હોય છે
ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામે ઝાડેશ્વર ગામ પંચાયત બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ છેલ્લા 20 વર્ષથી આ માર્ગનું સમારકામ કે રીપેરીંગ કામ કરવામાં ન આવતા આ માર્ગ ઉપર માત્ર ખારા પૂરવાની જ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે હાલ ચોમાસા ના પ્રારંભમાં જ આ માર્ગ ઉપર મસ્ત મોટા એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ આ ખાડામાં પડી જવાની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે સ્થાનિક લોકો ને પણ નોકરી ધંધે રોજગાર અર્થે જતા લોકોને પણ આ માર્ગ પરથી પસાર થતી વખતે ઘણા લોકો બાઈક કે પછી ચાલીને પસાર થતા હોય તેવા લોકો પણ અનેક વાર અહીં લપસી જવાથી કે ટુ વ્હીલર બાઈક પર પડી જવાની ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે અને કેટલાક લોકોને તો ભારે ઇજાઓ પણ પહોંચી હોય છે ત્યારે આને લઈ સ્થાનિક લોકોએ વારંવાર ઝાડેશ્વર ગામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ ઝાડેશ્વર ગામ પંચાયતને માત્ર સોસાયટીના રહીશો પાસેથી મસ્ત મોટા વેરા જ વસૂલવામાં ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોને સમસ્યામાં સમસ્યાનો નિવારણ કરવામાં કોઈ જ પ્રકારનો ઇન્ટરેસ્ટ દેખાતો નથી આવા સ્થાનિક લોકોએ અનેક પ્રકારના પ્રહારો આંકડા પ્રહાર કર્યા હતા ત્યારે આ જ વિસ્તારમાં ઝાડેશ્વર ગામના ચાર વોર્ડ આવ્યા છે અને ચારેવ સભ્ય પણ અહીંથી જ આ જ રોડ નો ઉપયોગ કરી અવર-જવર કરતા હોય છે ત્યારે સ્થાનિક લોકોએ વોર્ડના સભ્યો ઉપર પણ તેઓનો આક્રોશ ઠાલવ્ય હતો તેઓ કહેતાં તેઓએ સભ્યને પણ આ રોડ ઉપર ઉપયોગ કરતા હોય છે તો શું તેઓને અહીં પડેલા ખાડાઓ નજરે નહીં પડતા હોય આવા અનેક આક્ષેપો ઝાડેશ્વર ગામ પંચાયત ઉપર સ્થાનિક લોકોએ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આવનાર દિવસોમાં હાલ વરસાદ એ વિરામ લીધો છે તો વહેલી તકે આ રોડનો સમારકામ કરવામાં આવે જેથી કરી રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ધંધે રોજગાર જતા લોકો ને કોઈ જ પ્રકારની જાનહાની ના થાય તેને ધ્યાનમાં લઇ આવનાર દિવસોમાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી