ભ્રસ્ટાચાર ની મોટી તિરાડ અંકલેશ્વર ખાતે રીપેરીંગ થઈ તૈયાર થયેલા ONGC બ્રિજ પર જોવા મળી
-બ્રિજ ની મરામત પાછળ કરોડો ખર્ચ છતાં પરિણામ પ્રજા સમક્ષ
-વરસાદી માહોલ વચ્ચે આ પ્રકાર ની તિરાડ જોખમ ઉભું કરી શકે છૅ
-આખરે શું બ્રિજના નિર્માણ માં પણ ખાઈ કી થઈ..?
અંકલેશ્વર ખાતે તાજેતર માંજ મહાવીર ટર્નીંગ અને રાજપીપળા ચોકડી ને જોડતો શહેર નાં ત્રણ રસ્તા તરફ થી આવતો રેલવે પર નિર્માણ પામેલ ONGC બ્રિજ ને લાંબા ગાળા નાં સમય સુધી બંધ રાખી કરોડો નાં ખર્ચે તેની મરામત કરાઈ હતી,
શહેર નાં લોકોને તકલીફ નાં પડે માટે બ્રિજ નાં નિર્માણ ને તંત્ર દ્વારા મંડ ગતીએ કામગીરી તૉ કરી હતી જે બાદ તાજેતર માં જ બ્રિજ ને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ નાં કાર્ય ને લઈ સતત ભ્રસ્ટાચાર ની વાતો ચર્ચામાં આવી રહી છૅ,
બ્રિજ નાં નિર્માણ બાદ પ્રથમ વરસાદ માં જ જ્યાં ભુવો પડયો હતો તૉ હવે બ્રિજ ની બાજુ માં જ આવેલ પ્રોટેકશન વોલ તરફ મસ મોટી તિરાડ પડી હોવાનો એક વાયરલ વીડિયો ચર્ચામાં આવ્યો છૅ,
આ વોલ પર એવી તૉ તિરાડ નજરે પડી રહી છૅ કે ભારે વરસાદી માહોલ માં એ આખો ભાગ બેસી જાયઃ તેવી સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છૅ, ત્યારે અહીંયા સવાલ એ થાય છૅ પ્રજા નાં ટેક્સ નાં કરોડો રૂપિયા નાં ખર્ચા છતાં પ્રજા ને સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ કેમ નીવડી રહ્યું છૅ,
આખરે શું બ્રિજ માં હલકી ગુણવતા નું કામ થયું છૅ,,..? જેના ભાગ રૂપે આ પ્રકાર ની સ્થિતિ ઓનું અવાર નવાર સર્જન થઈ રહ્યું છૅ,? શું બ્રિજ નાં નિર્માણ કાર્ય બાદ તેની ગુણવતા ચકાસણી માટે કોઇક અધિકારી ઓએ સ્થળ મુલાકાત લીધી હતી ખરી..? તે પ્રકાર ની અનેક બાબત લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છૅ, તેવામાં તંત્ર ઉચ્ચ અધિકારી ઑ મામલે તપાસ કરવી જરૂરી બની છૅ,