Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ દહેજ રોડ પર પેટ્રોલ ટેન્કર પલ્ટી મારતા દોડધામ,સદનસીબે કોઇ જાનહાની નહીં

Share

ભરૂચ દહેજ રોડ પર પેટ્રોલ ટેન્કર પલ્ટી મારતા દોડધામ,સદનસીબે કોઇ જાનહાની નહીં

ભરૂચ જિલ્લા માં અકસ્માત ની છાશવારે ઘટનાઓ સામે આવતી જોવા મળે છૅ, દિવસ દરમ્યાન અને રાત્રીના સમયે પણ જિલ્લા નાં અનેક સ્થળે નાના મોટા અકસ્માત સર્જાતા સામે આવી રહ્યા છૅ,ચાલુ વર્ષે પણ અનેક સ્થળે અકસ્માત ની ઘટનાઓ સામે આવી છૅ, જેમાં કેટલાય લોકો મોત ને ભેટ્યા છૅ તૉ કેટલાય સારવાર લેવા મજબુર બન્યા હતા,

Advertisement

આજ રોજ ભરૂચ અને દહેજ ને જોડતા માર્ગ ઉપર વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી હતી, જેમાં દહેજ રોડ પર આવેલ ટોલ નાકા નજીક એક પેટ્રોલ વહન કરતું ટેન્કર પલ્ટી મારતા ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી,

કહેવાય છૅ કે ટેન્કર નાં ચાલક ને અચાનક ઝોકુ આવી જતા ટેન્કર પલ્ટી માર્યું હતું, જે બાદ ઉપસ્થિત લોકો એ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ચાલક અને તેના સાથી ને સલામત રીતે બાહર કાઢ્યા હતા,

અચાનક સર્જાયેલ ઘટનાના પગલે એક સમયે દહેજ તરફ જતા ટોલ નાકા નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો, જોકે ક્રેન ની મદદ થી ટેન્કર ને રસ્તા પરથી ખસેડવામાં આવતા ટ્રાફિક ખુલ્લો થયો હતો


Share

Related posts

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પાનોલી દ્વારા 5 લાખનું દાન મળ્યું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ, ઝરણી,વડ, ગામે વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

લીંબડી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!