*ભરૂચમાં મઢુલી સર્કલ ખાતે થયેલ લૂંટના ગુનાનો ભેદઉકેલી મુખ્ય આરોપીને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ*
ભરૂચના પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લામાં બનતા મિલકત સંબંધી ચોરી લૂંટ જેવા ગુનાઓ ને અટકાવવા માટે વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના મળતા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વિગતવાર ભરૂચમાં માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ચોરીનો અનડીટેક્ટ ગુનો ઉકેલી રૂપિયા 3 લાખથી વધુ ના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પોલીસ મથકમાં સૂચના આપવામાં આવેલ હોય કે ચોરી લૂંટ જેવા અનડીટેક્ટ ગુનાઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જે અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વણશોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે ગત તારીખ 14/7/2024 ના રોજ રાત્રિના સમયે ચોરી તથા લૂંટ નો ગુનો નોંધાયેલો હોય જેના આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે પ્રયત્ન હાથ ધરેલ હોય , આ બાબતે ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ કે ગત તા. 13 ના રોજ તેઓ દહેજ ખાતેથી પોતાની કામગીરીની સેકન્ડ શિફ્ટ પૂર્ણ કરી ઘેર જતા હોય તે સમયે મઢુલી સર્કલ ખાતે કેટલાક શખ્સો દ્વારા મારુતિ સુઝુકી લઈને આવેલ તેઓને ચાવજ ખાતે લિફ્ટ આપવાના બહાને એબીસી ચોકડી ની આગળ આનંદ હોટલ પાસે લઈ ગયેલ હોય ત્યાં તેમને ઢીકા પાટુ નો માર મારી ATM ના નંબર માંગી એટીએમ માંથી 22 હજારની લૂંટ કરેલો હોય છેતરપિંડી થી રૂપિયા પડાવી લઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય આ ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હોય જે ગુના ના આરોપીઓને શોધી કાઢવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સી તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બાદતમીદારો દ્વારા બાતમી મળેલ કે આ પ્રકારના શક્સો ભરૂચ અને તેની આસપાસ ફરતા હોય છે આથી પોલીસ દ્વારા ચોરી અને લૂંટની પ્રવૃત્તિ કરનાર કેટલાક શક્ષોને ઝડપી પાડ્યા હોય ફરિયાદી દ્વારા પકડાયેલ આરોપીને ઓળખી લઇ ખાતરીપૂર્વક પ્રદીપરાજ હોય તેમ જણાવ્યું આથી તાત્કાલિક સર્વેલન સ્ટાફે પ્રદીપ પ્રદીપ રાજ હાલ શક્તિનાથ પાસે બેસેલ હોય ત્યાંથી પોલીસે તેને લૂંટમાં વપરાયેલ ફોરવીલ ગાડી કિંમત રૂપિયા 300000 તથા અન્ય મુદ્દા માલ કરી ચપ્પુ રિકવર કરેલ રોકડ રકમ રૂપિયા 15,450 સહિત કુલ રૂપિયા 3,15,450-/ ના મુદ્દા માલ સાથે આરોપી પ્રદિપસિંહ અજીતસિંહ રાજ ઉંમર વર્ષ 27 રહે ભરૂચ ને પોલીસે ઝડપી પાડ્યો છે અન્ય 2 આરોપીઓ ને ફરાર જાહેર કરી એ ડિવિઝન પોલીસે વણશોધાયેલ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીએ કાઢ્યો છે.