Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હા. નં. 48 પરથી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા ની નોટો સાથે બે શખ્સને ઝડપી પાડતી એલસીબી ની ટીમ

Share

*અંકલેશ્વર નેશનલ હા. નં. 48 પરથી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા ની નોટો સાથે બે શખ્સને ઝડપી પાડતી એલસીબી ની ટીમ*

પોલીસ મહ સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે તથા વણ શોધાયેલા ગુનાઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને અંકલેશ્વર શહેર એલસીબી ની ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 પર ચેકિંગ કામગીરી હાથ ધરતા શંકાસ્પદ ફોરવીલ ગાડી ને ઉભી રાખી ચેકિંગ હાથ ધરતા ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા ની નોટો સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ના માર્ગદર્શન મુજબ વિવિધ પોલીસ ટુકડીઓ ચેકિંગ કામગીરી હાથ ધરેલ હોય જેમાં વાહન ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે એલસીબી પી. આ એમ એમ રાઠોડ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 પર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય, આ કામગીરી દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 પરથી શંકાસ્પદ જણાતી ગાડીઓને ઉભી રાખી તેનો જુદી જુદી રીતે કાગડો સહિતની વિગતો વિશે પૂછતાછ કરવામાં આવેલ હોય જે દરમિયાન શંકાસ્પદ જણાતી ertiga ગાડી નં. HR-26-BS-9555 ને ઉભી રાખી તલાસી લેતા ગાડી ના લગત કાગડો સહિત ને પૂછતાછ કરતા તેઓએ કોઈપણ પ્રકારના ગાડીના કાગડો રજૂ કરેલ ના હોય આથી પોલીસને શંકાસ્પદ જણાતા એલસીબી પોલીસ તેની તલાસી લેતા તેમાંથી ચિલ્ડ્રન bank of india ની નોટો મળી આવેલ હોય આથી તેઓએ સમક્ષ કબુલાત આપેલ કે અમો અલગ અલગ જગ્યાએ લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એક કા ડબલ ની સ્કીમ આપી તેમની પાસે અસલ રૂપિયા લઈ બાળકોને રમવાની ડુપ્લીકેટ નોટો આપી તેમની સાથે છેતરપિંડી કરતા હોય આ અગાઉ આ રીતે છેતરપિંડીના ગુનામાં પાંચ થી છ વખત પકડાયેલ હોવાને પણ પોલીસ સમક્ષ કબુલાત આપેલ હોય આથી પોલીસે બંને આરોપીઓ નાઝીર હુસેન મલેક ઉંમર વર્ષ 65 તથા ધનસુખ ચિમનલાલ વૈધ ઉંમર વર્ષ 61 ને ઝડપી લઇ છેતરપિંડી સહિતનો તમામ સાહિત્ય બાળકોને રમવાની ચિલ્ડ્રન બેંકની નોટો રોકડ રકમ રૂપિયા 78,000 મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 15,000 ફોરવીલ ગાડી ertiga કિંમત રૂપિયા 200000 મળી કુલ રૂપિયા 2, 93,000 નો મુદ્દા માલ કબજે લઈ આરોપીઓ સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કારોબારી બેઠક, કાર્યકર્તાઓને કામે લાગી જાવા તાકીદ.

ProudOfGujarat

ભરૂચનાં કોવિડ સ્મશાનમાં મૃતદેહ યથાવત રહેતા ચિંતાજનક સ્થિતિ, 24 કલાકમાં 42 થી વધુ લોકોને અગ્નિદાહ કરાયા..!!

ProudOfGujarat

ભરૂચ : આદિવાસી મસીહા અને ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!