ભરૂચ થર્મેસ્ક કંપની દ્વારા થયેલ ઓપન ઇન્ટરવ્યૂમાં થયેલ બેદરકારી નો મામલો,કંપની નાં બચાવ માં ઉતર્યા કેટલાક કામદારો, શું મામલે કોઇ ખીચડી રંધાઈ ચર્ચાનો વિષય
હોટલ લોર્ડ્સ પ્લાઝા અંકલેશ્વર ખાતે ઓપન ઇન્ટરવ્યૂ દરમિયાન થયેલ ધક્કા મુક્કીનો વીડિયો થયો હતો વાયરલ
900 થી હજાર ની સંખ્યામાં ઇન્ટરવ્યૂ માટે આવેલ કેન્ડીડેટ માંથી અમુક જ કેન્ડીડેડ બેરોજગાર હોવાના દાવા પાછળ નું સત્ય શું..?
બાકી તમામ કેન્ડીડેટ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં નોકરિ કરતા હોવાનું જણાવી બચાવ કરાયો..?
ઘટનામાં સામેલ ઇન્ટરવ્યૂ આપવા આવેલ કેન્ડીડેટ માંથી બે કેન્ડીડેટ કંપની નો વાંક થતી તેમ જણાવી કેમેરા સમક્ષ આવ્યા
શું આખે આખું પ્રકારણ કોઇક નાં દોરી સંચાર થી સર્જાઈ રહ્યું છૅ…?
ભરૂચ જિલ્લા નાં અંકલેશ્વર પંથક માં આવેલ હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે તાજેતર માંજ થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂ નું આયોજન કર્યું હતું, આ ઇન્ટરવ્યૂ માં અનેક કેન્ડીડેટ ઇન્ટરવ્યૂ આપવા માટે હોટલ ખાતે આવી પહોંચ્યા હતા,જે દરમ્યાન સર્જાયેલ ધક્કા મુક્કી નાં માહોલ માહોલ વચ્ચે હોટલ ની રેલિંગ તૂટી પડી હતી જેમાં કેટલાક લોકો ને નાની મોટી ઇજા થયા હોવાનું પણ કહેવાય રહ્યું છૅ,
સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યા બાદ દેશમાં બેરોજગારી નાં મુદ્દે વિપક્ષ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર ને નિશાને લીધી હતી,સમગ્ર ઘટના ક્રમ અંગેના વાયરલ વીડિયો એ દેશ ભર માં લોકો વચ્ચે ચર્ચાઓ જગાવી હતી જે બાદ રાજકારણ પણ ગરમાયું હતું,
ઘટનાનાં પગલે જિલ્લા રોજગાર અધિકારી એ પણ મામલે કંપની સંચાલકો ને નોટિસ પાઠવી રદિયો આપ્યો હતો, જે બાદ રાજ્ય સરકાર દ્વારા પણ વિપક્ષ નાં આક્ષેપો ને રાજકારણ ગણાવ્યું હતું અને જે લોકો ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા તે લોકો બેરોજગાર નહીં પરંતુ વધુ વેતન મળે તેવી આશ સાથે અન્ય કંપની ઓમાં કામ કરતા કર્મચારી ઑ જ હોવાનું જણાવી સરકાર ની બેરોજગાર નીતિ નો બચાવ કર્યો હતો,
સમગ્ર ઘટના ક્રમ સર્જાયા નાં ત્રણ થી ચાર દિવસ બાદ અચાનક બે જેટલાં ઈસમો કેમેરા સમક્ષ સામે આવ્યા હતા અને તેઓએ દાવો કર્યો હતો કે તેઓ જે જગ્યા હે ઘટના સર્જાઈ હતી ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં આવેલ લોકો માં મોટા ભાગ નાં અન્ય કંપની ઓના કર્મચારીઓ હતા અને પોતે પણ અન્ય કંપની માં કામ કરતા હોય વધુ વેતન ની આશ રાખી અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા,
પરંતુ ત્યાં ધક્કા મૂકી થઈ હતી અને જ્યાં રેલિંગ તૂટી ત્યારે તેઓ પણ નીચે પડ્યા હતા પરંતુ તેઓને ઈજાઓ નહોતી થઇ જેમાં કંપની નો કોઇ વાંક નથી તેઓ સ્વૈચ્છિક રીતે સોશિયલ મીડિયા નાં માધ્યમ થકી જાણ થતા આવ્યા હોવાનું જણાવી કંપની સંચાલકો નો બચાવ કરતા નજરે પડ્યા હતા,
ત્યારે અહીંયા સૌથી મોટા સવાલ એ થાય છૅ કે શું આખે આખા ઓપન ઇન્ટરવ્યૂ નાં પ્રકરણ ને કોઇ નાં દોરી સંચાર થકી ઉભો કરવા માં આવ્યો હતો,? શું આટલા મોટા પ્રમાણ ત્યાં આવેલા લોકો માં કોઇ બેરોજગારો હતા જ નહીં..? શું કંપની સત્તા ધીસો એ 100 લોકો ને અંદર બોલાવ્યા ત્યાં શું કેમ પોલીસ બંદોબસ્ત ની લેવાની ફરજ નાં પડી,? હોટલ નો સ્ટાફ ઘટના ક્રમ સમયે શું કરી રહ્યો હતો..?
આખરે ઘોડા છૂટી ગયા બાદ તબેલાઓ તાળા મારવા જેવી બાબત સર્જાઈ ગઈ બાદ માં કંપની અને સરકાર ની છબી સુધરેં તેવી પ્રકાર ની ખીચડી રાંધવા માં કોને રસ ઉત્પન્ન થયો છૅ.? તે તમામ બાબતો આ આખાય ઘટના ક્રમ અને બાદ માં સામે આવી રહેલા ખુલાસા ઑ બાદ થી ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છૅ,