Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંતરિયાળ વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યા, પ્રવાસીઓની પસંદગીનાં સ્થળઓએ વરસાદી ખુશ્બૂ પ્રસરી

Share

અંતરિયાળ વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યા, પ્રવાસીઓની પસંદગીનાં સ્થળઓએ વરસાદી ખુશ્બૂ પ્રસરી

ભરૂચ:નેત્રંગ ના ધાણીખૂંટ ખાતે ધારીયાધોધ માં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહૌલ,કોતરોમાં જળ વહેતા પ્રવાસીઓ ઉમટી પડ્યા..!

Advertisement

કુદરતી વાતાવરણ અને સુંદરતાનું નજરાણું ચોમાસાની ઋતુમાં જોવા મળતું હોય તો તે અંતરિયાળ વિસ્તારો માં જોવા મળે છે,ચોમાસાની ઋતુમાં આ વિસ્તારો જાણે કે સોળે કળાએ ખીલી ઉઠે છે,ડુંગર પર સુંદર ઝુંપડા અને ઝરમર વરસાદી માહૌલ વચ્ચે વૃક્ષો ની લીલીછમ ચાદર અને ડુંગરો ના કોતરો માંથી વહેતા વરસાદી નીર અહીંયા આવતા પ્રવાસી માટે આકર્ષણ ઉભું કર્યું છે,

ભરૂચ અને નર્મદા જિલ્લાના અનેક એવા અંતરિયાળ વિસ્તાર છે જે ચોમાસાની ઋતુમાં હરવા ફરવા માટે અને શાંત વાતાવરણમાં માનસિક તણાવ ને દૂર કરવા માટે પ્રવાસીઓ માટે ની પહેલી પસંદ બને છે,એ જ પ્રકાર નું એક સ્થાન છે નેત્રંગ તાલુકામાં આવેલું થવા ગામ નજીક નું ધાણીખૂંટ ગામ જ્યાં ધારીયા ધોધ માં વરસાદી માહોલ વચ્ચે નવા નીર આવવા ની શરુઆત થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે

ધારીયા ધોધ ખાતે વરસાદી ઋતુ માં કોતરો માંથી ઉભરાતા નીર સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે,વર્ષા ઋતુ માં આ કુદરતી નજારો જોવા હજારો લોકો અહીંયા ઉમટી પડતા હોય છે,

હાલ માં વરસાદી માહોલ પણ અંતરિયાળ વિસ્તારોમાં જોરદાર જામ્યો છૅ,જેથી ધારીયા ધોધ માં જોઈએ તેવું પાણી આવ્યું છૅ,જેને લઈ કોતરોમાં પાણી વહેતુ થતા રવિવાર ની રજામાં મોટી સંખ્યામાં દૂરદૂરથી પ્રવાસીઓ આ ધારિયા ધોધ ની મુલાકાતે ઉમટી પડ્યા હતા..

ધાણીખૂંટ ખાતે પ્રવાસીઓ ની સંખ્યામાં ચોમસાની ઋતુ દરમ્યાન ખુબ વધારો જોવા મળતો હોય છૅ, જેને પગલે આસપાસ નાં લોકોએ અહીંયા રોજગાર પણ પ્રાપ્ત થતો હોય છૅ, પરંતુ આ સ્થળે પહોંચવા માટે આજે પણ રસ્તા બિસ્માર જોવા મળતા હોય છૅ તેવામાં તંત્ર આ વિસ્તાર નાં વિકાસ માં અંગત રસ દાખવી લોકોની સુખાકારી માટે પણ કંઈક વિચારણા કરે તેવી લૉક માંગ અહીંયા આવતા મુલાકાતીઓ કરતા હોય છૅ,


Share

Related posts

શ્રી શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાંચ વિદ્યાર્થીઓને મળ્યો ગોલ્ડમેડલ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇડીના ધામા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચા, સ્થાનિક પોલીસ પણ જોડાઈ

ProudOfGujarat

ભરૂચ નજીક ન્યાયમંદિર ચોકડી પાસે લક્ઝરી બસ પલટી ખાતાં ૧૫ મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!