Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વડોદરા રેલવે પોલીસની ચોરીમાં ગયેલ લેપટોપ સાથે સાણંદના શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

Share

વડોદરા રેલવે પોલીસની ચોરીમાં ગયેલ લેપટોપ સાથે સાણંદના શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ભરૂચ:

Advertisement

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા ભરૂચ પોલીસ મહા નિરીક્ષક દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અંકલેશ્વરની ટીમે બાતમીના આધારે વડોદરા રેલવે પોલીસ ની ચોરીમાં ગયેલ લેપટોપ સાથે એક શખ્સ ને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ મહા નિરીક્ષક વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવેલ હોય, આથી આજે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી , તે દરમિયાન બાતમી મળેલ કે જીઆઇડીસી બસ ડેપો માંથી એક શખ્સ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ની ચોરીમાં ગયેલ લેપટોપ, ચાર્જર તથા માઉસ સાથે હોય આ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જીઆઇડીસી બસ ડેપો માં તલાસી લેતા આરોપી પ્રણવ હરિભાઈ ઉપાધ્યાય ઉંમર વર્ષ 47 રહે. 601 ક્રિષ્ના સ્ટાર લાઈટ સોસાયટી ઓનેસ્ટ હોટલ ની પાછળ સ્વામિનારાયણ રોડ સાણંદ તાલુકો સાણંદ જીલ્લો અમદાવાદ ને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લેપટોપ, ચાર્જર, માઉસ તથા એક ગ્રે કલર નું HP કંપનીનું લેપટોપ જેની પાછળ જોતા મોડેલ નંબર HP 240GS લખેલું હોય કિંમત રૂ. 30,000 સાથે આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આખરી ઢબે પૂછતાછ કરતા પોલીસ સમક્ષ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ની ચોરીમાં ગયેલ લેપટોપ નજર ચૂકવી લીધાનું કબુલ કર્યું હોય , આથી પોલીસે આરોપી વિરુદ્ધ BNSS ની કલમ 35 (1) ઈ મુજબ ગુનો નોંધી, આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે આદર્શ નિવાસી કન્યા શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની બહેનોએ લશ્કરી જવાનો માટે રાખડી મોકલી.

ProudOfGujarat

રાજપીપલા : શ્યામાપ્રસાદ મુખર્જીની ૬૭ મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લામાં બલિદાન દિવસ ઉજવાયો : રાજપીપલા સહિત નર્મદામાં વૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!