*અંકલેશ્વરમાં મોહરમના પર્વ નિમિત્તે એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે મુસ્લિમ બિરાદરો સાથે ખાસ બેઠક યોજાઈ*
અંકલેશ્વરમાં મોહરમ ના તહેવાર નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તાજીયા નું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર માં મોહરમના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં આગામી તારીખ 17 ના રોજ મોહરમના તહેવાર નિમિત્તે સમગ્ર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તાજીયા નું ઝલુસ પસાર થવાનું હોય તેને લઈને તાજીયા કમિટીના સભ્યો શાંતિ સમિતિના આગેવાનો એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઇ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં આગામી મહોરમના તહેવાર નિમિત્તે શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા શહેરના રાજમાર્ગો પર કોમી એકતા જાળવી મુસ્લિમ બિરાદરો મોહરમનું પર્વ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવી શકે તે સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી, અત્રે નોંધનીય છે કે અંકલેશ્વર શહેરમાં જુદા જુદા મુખ્ય વિસ્તારો માં લાંબા અરસાથી તાજીયા નું ઝલુસ નીકળતું હોય છે, મોહરમ ના પર્વ નિમિત્તે કોમી એકતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગુનાખોરી ના બનાવો બનવા ન પામે તેવું તાજીયા સમિતિના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યોએ ચર્ચા વિચારણા કરી હતી, તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પણ સંપૂર્ણપણે એલર્ટનેસ રાખવામાં આવશે. સહિતના મુદ્દાઓ પર પોલીસ તથા આગેવાનોએ ચર્ચા કરી હતી.