ઢોર મચાયે શોર… ભરૂચ નાં માર્ગો પર અડિંગો જમાવતા રખડતા ઢોર લોકો માટે બન્યા મુશ્કેલી સમાન
-શહેર નાં અનેક માર્ગો પર અચાનક ઢોર ની સંખ્યામાં વધારો
-ચોમાસાની ઋતુ વચ્ચે લોકો માં ઢોર ને લઈ અકસ્માત નો ભય
ભરૂચ શહેર નાં વિવિધ માર્ગો ઉપર ચોમાસાની ઋતુ દરમ્યાન અચાનક રસ્તા પર રખડતા ઢોર નો રાફડો ફાટી નીકળ્યો છૅ, ઠેક ઠેકાણે અસંખ્ય ઢોર જાહેર માર્ગો પર જ નજરે પડતા હોવાથી વાહનો ચાલકો ને મુશ્કેલી ઓનો સામનો કરવાનો વારો આવ્યો છૅ,
એક તરફ વરસાદી માહોલ માં શહેર નાં અનેક માર્ગો ખાડા મય બન્યા છૅ તૉ બીજી તરફ આ પ્રકારે અડિંગો જમાવી બેસતા અસંખ્ય ઢોર નાં કારણે અકસ્માત નો ભય લોકોમાં સટાવી રહ્યો છૅ, શહેર માં ભૂતકાળ અનેક બનાવો ઢોર નાં આતંક નાં કારણે સામે આવ્યા છૅ,
આખરે આટલી મોટી સંખ્યામાં રસ્તે રખડતા ઢોર નાં માલિકો કોણ છૅ,.? શું આ પ્રકારે રસ્તે ઢોર ને છોડવા માટે ની કોઇ વિશેષ પરવાનગી તેઓને મળી છૅ..? કે પછી ભૂતકાળ ની જેમ કોઇ અકસ્માત સર્જાય અને જાનહાની થાય બાદ માં જ માલિકો અને પાલિકા નું તંત્ર પણ જાગૃતિ થશે..? તેવા અનેક સવાલો વર્તમાન રસ્તાઓની સ્થિતિ ઉપર થી ઉત્પન્ન થતા ચર્ચાઈ રહ્યા છૅ,
ભરૂચ નગર પાલિકા દ્વારા ભૂતકાળ માં ઢોર પકડવાની ટીમ કાર્યરત કરી હતી જે ટીમ દ્વારા કામગીરી પણ કરવામાં આવી હતી પરંતુ ફરી એક વાર ચોમાસાની ઋતુ માં શહેર નાં શક્તિ નાથ, કલેકટર કચેરી થી કોર્ટ રોડ, લિંક રોડ, મહંમદ પુરા રોડ, સહિત નાં અનેક રસ્તાઓ ઉપર અસંખ્ય ઢોર રસ્તા વચ્ચે જ નજરે પડી રહ્યા છૅ, ત્યારે આશા રાખીએ કે ભરૂચ પાલિકા નાં જાગૃત પ્રમુખ અને મુખ્ય અધિકારી આ મામલે કોઇ નક્કર નિરાકરણ લાવી પ્રજા ને સંભવિત અકસ્માત માંથી મુક્તિ અપાવવા માટેના યોગ્ય પ્રયાસ તૉ કરશે જ તેવી લૉક માંગ ઉઠી રહી છૅ