ઝાડેશ્વરની પાંચ દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા દુકાન ધારકો રોજગાર વિહોણા બન્યા
ભરૂચના ઝાડેશ્વર ગામમાં તંત્ર દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ પાંચ દુકાનોનું દબાણ દૂર કરવામાં આવતા આ દુકાનના વેપારીઓ ધંધા રોજગાર વગર રજડી પડ્યા છે, તંત્ર દ્વારા આ અગાઉ નોટિસ પણ આપવામાં આવેલ હોય પરંતુ તાત્કાલિક અસર છે દુકાનદારોની દુકાનો તોડી પાડવામાં આવતા ધંધા રોજગાર વિહોણા દુકાનદારો પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે ? તે સહિતના પ્રશ્નો સર્જાયા છે.
ભરૂચના ઝાડેશ્વર ગામમાં તંત્ર દ્વારા ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલ પાંચ દુકાનોને આ અગાઉ નોટિસથી જાણ કરવામાં આવેલ હતી, કે જાડેશ્વર ગ્રામ પંચાયતના કાર્ય વિસ્તારમાં સીટી સર્વે નંબર જાડેશ્વર સીટી 2994, 2995 તથા 2996 વાળી મિલકતની દક્ષિણ દિશા તરફ આવેલ મકાનની સામેની પાકી દુકાનોના બાંધકામ કરવામાં આવ્યુ હોય , આ દુકાનનો કબજો ભોગવટો માલિકો ધરાવતા હોય આ દુકાનના કબજા ભોગવટાના માલિકો પાસે કોઈપણ પ્રકારના દસ્તાવેજ કે અન્ય પુરાવાઓ હાથ પર ના હોય આથી જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા તેઓને આજથી સાત દિવસ પૂર્વે નોટિસ પાઠવવામાં આવેલ હોય જે નોટિસમાં જણાવ્યું છે કે સર્વે નંબર 2994 થી 2996 સુધીની લોટની સામેના ભાગમાં આવેલી દુકાનો નું બાંધકામ અનઅધિકૃત હોય આથી ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 105 (2) ની જોગવાઈ અનુસાર આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા બાબતે નોટિસ પાઠવાય હતી જે નોટિસનો જવાબ દિવસ સાતની અંદર રજૂ કરવાનો હોય જાડેશ્વર વિસ્તારના આ દુકાનદારો દ્વારા નોટિસનો કોઈ પણ પ્રકારનો જવાબ રજૂ કરવામાં ન આવતા ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા આજે તમામ વેપારીઓની દુકાનો દૂર કરવામાં આવેલ છે તંત્ર દ્વારા આ દુકાનો નો કબજો ભોગવટો ગેરકાયદેસર હોય તેમ જણાવવામાં આવ્યું છે દુકાનદારો દુકાનો તોડી પાડવામાં આવતા તેઓ કામકાજ વિહોણા અને રોજગાર વિહોણા બન્યા છે.