ભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલ
-સ્થાનિકોને રોજગાર મળશે તૉ જ સ્વ, અહેમદ પટેલ નું સ્વપ્નું સાકાર થશે, મુમતાઝ
-કોંગ્રેસે અંકલેશ્વર માં એંશીયા ના સૌથી મોટા ઉધોગો સ્થાપિત કર્યા, સ્થાનિકોએ જમીન સંપાદન માં આપી છતાં તેઓ નોકરીઓથી વંચિત રહ્યા,મુમતાઝ પટેલ
ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર ખાતે ની એક હોટલ માં ખાનગી કંપની દ્વારા યોજવામાં આવેલ ઓપન ઇન્ટરવ્યૂ માં ખાલી ભરવા ની જગ્યા કરતા ભરતી માટે અસંખ્ય યુવાનોનો જમાવડો થયો હતો, જેને લઈ હોટલ ખાતે હંગામો થયા બાદ ત્યાં રહેલી રેલિંગ તૂટી રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો,
સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યા બાદ દેશ ભર ના વિપક્ષી નેતાઓએ જ્યાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મોડેલ અને દેશ ની બેરોજગારી ઉપર સવાલો ઉભા કર્યા હતા તૉ બીજી તરફ ભાજપ ના નેતાઓએ સમગ્ર મામલે બચાવ કર્યો હતો,
આ બધા વચ્ચે સ્વ, અહેમદ પટેલ ની પુત્રી મુમતાઝ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી, મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા માં આવેલ ઔધોગિક એકમો માં સ્થાનિકો ને રોજગારી ની વાતો થઈ છૅ, છતાં અહીંયા તે વાસ્તુનું પાલન થતું નથી, જેને લઈ લોકો માં બેરોજગારી વધી છૅ,
તેઓએ વધુ માં જણાવ્યું હતું કે સ્થાનિકોએ કોંગ્રેસ ના સમય માં જમીન સંપાદનમાં આપી હતી જેથી તેઓએ પણ રોજગારી પ્રાપ્ત થઇ શકે, પરંતુ આજે તેઓ લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા,
તેઓએ જણાવ્યું હતું કે કંપનીઓ માં બાહર ના લોકોને મેનેજર સહિત ની પોસ્ટ આપવામાં આવે છૅ અને તેઓ પણ તેઓના જ લોકોમે પ્રોત્સાહન આપી કામ પર લેતા હોય છૅ જેને લઈ સ્થાનિકો આજે પણ રોજગારી માટે ધક્કા ખાઈ રહ્યા છૅ,
મુમતાઝ પટેલે સ્વ, અહેમદ પટેલ ને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓના પિતાનું સ્વપ્નું હતું કે ભરૂચ જિલ્લા માં ઔધોગિક એકમો ની સ્થાપના થાય જેને લઈ સ્થાનિકો રોજગારી પ્રાપ્ત કરી જેને લઈ કોંગ્રેસ ના શાશન દરમ્યાન એશિયાની નંબર વન જીઆઈડીસીઑ ભરૂચ જિલ્લા માં સ્થાપિત કરવામાં આવી હતી,
આજે જયારે સ્થાનિકો ને રોજગારી નથી મળી રહી ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર ની સ્થાનિકો ને રોજગારી આપવાની વાતો પોકર સાબિત થતી હોય તે પ્રકારની વાત સોશિયલ મીડિયા ના માધ્યમ થકી કરી હતી,