Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝાડેશ્વરના રહીશ અને વર્ષીથી પથારીવસ રહેલા પિતાના મૃતદેહને દીકરા સમી બે દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી

Share

ઝાડેશ્વરના રહીશ અને વર્ષીથી પથારીવસ રહેલા પિતાના મૃતદેહને દીકરા સમી બે દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી

ભરૂચ:
ઝાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા ૭૫ વર્ષીય સ્વ. પ્રમોદભાઈ પટેલ છેલ્લા ૭ થી વધુ વર્ષોથી પથારીવસ રહ્યા હતા. હમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા. જોકે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હમેશા મોઢા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા. પથારીવસ રહેલા પતિની અર્ધાંગિની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિન રાતની સેવાની પણ વખાણવા લાયક બની હતી. પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પણ પોત પોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા. આજરોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું જેની જાણ બંને દીકરીઓને થતા તેઓ ઝાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી. પ્રમોદ પટેલને બે દીકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જૈમીનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાહ આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી. આજના આધુનિક યુગમાં સમયની સાથે રીતિરિવાજોમાં પણ બદલાવની જરૂરત છે, જેના ઉદાહરણરૂપે બન્ને દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું.

Advertisement

Share

Related posts

મલ્ટીનેશનલ કંપની દ્વારા કાશ્મીરની આઝાદીને ટેકો આપવા બદલ હિન્દુ સંગઠનો દ્વારા ગોધરામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ.

ProudOfGujarat

ઝાડેશ્વરની પાંચ દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા દુકાન ધારકો રોજગાર વિહોણા બન્યા

ProudOfGujarat

આઇ-ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીઓ અંગે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!