*અંકલેશ્વરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ દ્વારા એક દિવસીય ઉર્જાના વિવિધ સ્ત્રોતો વિશે કોન્કલેવ યોજાઈ*
ભરૂચ:
અંકલેશ્વરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સની એક દિવસીય રાષ્ટ્રીય કોંગ્રેસનું હોટેલ હયાત પેલેસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પદ્મશ્રીથી સન્માનિત જી.ડી. યાદવ સહિતના દેશના કેમિકલ એન્જિનિયરિંગના તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર ખાતે યોજાયેલ ઇન્ડસ્ટ્રી સ્ટેનેબિલિટી એનર્જી પરસ્પેકટીવ પર એક દિવસીય રાષ્ટ્રીય કોંકલેવ વિકસિત ભારત વર્ષ 2047 પર યોજાઈ હતી, આ કાર્યક્રમમાં કેમિકલ એન્જિનિયર્સ અંકલેશ્વર પ્રાદેશિક કેન્દ્ર દ્રારા ( llChE- ARC ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કોન્કલેવ સોવેનીયરનું ઈ- વિમોચન કર્યું હતું , આલ્ફા મોલ ખાતે ઓફિસ પરિસરના સંપાદનની જાહેરાત પણ આ તકે કરવામાં આવી હતી , જેમાં 80 થી વધુ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સેમિનાર માટે કોન્ફરન્સ હોલન બનાવવા માટે BHELL દ્વારા રૂપિયા 20 લાખનું યોગદાન આપવામાં આવ્યું હતું , આ કોંકલેવમાં કેમિકલ ઉદ્યોગો તરફથી સકારાત્મક પ્રતિસાદ સાંભળ્યો હતો પ્રખ્યાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ આ કોંકલેવમાં સહભાગી થઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી, ભવિષ્ય માટે વિવિધ ઊર્જાના વિકલ્પો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ઊર્જાના વિકલ્પો તેમની પ્રક્રિયા અને નિયંત્રણો ઉત્પાદન અને સલામતી પરિવહન અને ઉપભોક્તા હેન્ડલિંગ તેમજ સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોના ઉપયોગ ખર્ચ અસરકારક બનાવવાની રીતો વગેરે વિષયક આ કોંકલેવમાં શુદ્ધ અસરકારક ચર્ચાઓ થઈ હતી, ઉપરાંત ગ્રીન ઉર્જા ના ઉપયોગ વિશે પણ ચર્ચાઓ થઈ હતી.
આ કાર્યક્રમમાં( llchE-ARC) ના સ્થાપક અધ્યક્ષ એ. એ. પંજવાણી ડાયરેક્ટર યુપીએલ , યુપીએલ લિમિટેડના ચંદનસિંગ, સુનિલ કોલ ડો. સંજય ગાંધી, ડો. રાહુલ જૈન, ડો. જલ્પા ઠક્કર સહિતના એન્જિનિયરિંગ ક્ષેત્રના ખ્યાતનામ તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા , તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ના અંતે સેક્રેટરી સંદીપ પારેખે કોંકલેવ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.