*રાજપીપળા ચોકડી પાસેથી લોખંડના ભંગાર સાથે બોલેરો પીકપગાડીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ*
ભરૂચમાં અવારનવાર મિલકત સંબંધી ગુનાઓ નું પ્રમાણ વધ્યું હોય આથી પોલીસ મહાન નિરીક્ષક વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય આથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે થી લોખંડના જથ્થા સાથે. લોખંડના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન મિલકત સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે, જે ગુનાઓને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ પોલીસ મથકમાં સૂચના આપવામાં આવેલ હોય આથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે રાજપીપળા ચોકડી પાસેથી એક પીકપ બોલેરો ગાડી લોખંડના ભંગાર સાથે પસાર થઈ રહેલ છે, જે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી બોલેરો પીકપ ગાડી નંબર GJ 16AW 5722 પસાર થતા તેની તલાસી લેતા ગાડી ચાલક સુઘરસિંઘ પાલ ઉંમર વર્ષ 21 હાલ રહે. ગિરનાર સોસાયટી જીઆઇડીસી અંકલેશ્વર જીલ્લો ભરૂચ મૂળ રહેવાસી (ઉત્તર પ્રદેશ) ને બોલેરો ગાડી ની તલાસી લઈ પોલીસે પૂછતા જ કરતા લોખંડના માલના કોઈપણ પ્રકાર નો જવાબ આપી શકેલ ન હોય આથી પોલીસે લોખંડનો જથ્થો વજન 2420 કિલોગ્રામ કિંમત રૂપિયા 16,800 તથા bolero ગાડી ની કિંમત રૂપિયા 3,00,000 અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કુલ મુદ્દા માલ ₹3,16800 નો જથ્થો કબજે લઈ આરોપીને ઝડપી લઈ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.