Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના કશક ખાતેથી પ્રોહિબિશનના ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

Share

*ભરૂચના કશક ખાતેથી પ્રોહિબિશનના ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ*

ભરૂચ પોલીસ અધિક્ષકની સુચના અનુસાર ભરૂચમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા માટે તેમજ દારૂ જુગારની પ્રવૃત્તિઓને ડામવા માટે સૂચના આપવામાં આવેલ હોય, જેના અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ભરૂચના કશક ખાતેથી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર દારૂના બેફામ બનેલા બુટલેગરો પર રોક લગાવવા માટે તેઓને ઝડપી પાડવાની ખાસ કવાયત હાથ ધરવામાં આવેલ હોય જે સૂચના ના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વોચમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે ભરૂચના કશક પાસેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પ્રોસીહિબિશનના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી સમીર કાદર મન્સૂરી ઉંમર વર્ષ 30 રહે નવીનગરી ભરૂચને કશક ખાતે થી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.


Share

Related posts

સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા અને અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબની રાષ્ટ્ર હિતમાં મતદાનની અપીલ.ભારતના સાંસ્કૃતિક ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્ર હિતમાં અવશ્ય મતદાન કરવું જ જોઈએ…

ProudOfGujarat

ખેડા : કપડવંજ પોલીસ વિભાગ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વ ઉજવાયો

ProudOfGujarat

ગુજરાત ચૂંટણી-સર્વે થયું છે કે નહીં, તેવી બાબતો જાણવા માટે સર્વે એજન્સીઓ કામે લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!