*ભરૂચમાં સબ જેલ ખાતેનું રમત-ગમતનું મેદાન જનતાને ફાળવવા વડોદરા ની ટેનિસ પ્લેયર ની કલેકટર સમક્ષ માંગણી*
ભરૂચમાં સબ જેલ ગ્રાઉન્ડ બચાવવા માટે બે બહેનો દ્વારા વડોદરા થી સાયકલ ચલાવી ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં તેઓએ આ ગ્રાઉન્ડને રમત ગમત માટે આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
ભરૂચમાં સબ જેલ પાસે રહેતા લાયબાખાન તથા તેમના બહેન ટેનિસ અને સ્કેટિંગ પ્લેયર છે, તેઓ અનેક જગ્યાએ ટેનિસ અને સ્કેટિંગ પ્રતિયોગીતા માટે જય ચૂક્યા છે, બંને બહેનો દ્વારા આજે વડોદરા થી સાયકલ ચલાવી ભરૂચ નગરપાલિકા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, આ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે ભરૂચમાં પ્રેક્ટિસ માટે કોઈપણ પ્રકારનું ગ્રાઉન્ડ નથી જેના કારણે અમારે વડોદરા વસવાટ કરવો પડે છે, અમારી ભરૂચ નગરપાલિકા તંત્ર સમક્ષ માંગણી છે કે ભરૂચના સબ જેલ પાછળ આવેલ ગ્રાઉન્ડ ભરૂચ નગરપાલિકાને ફાળવી જાહેર જનતાને તેનો ઉપયોગ કરવામાં આપવામાં આવે આ ગ્રાઉન્ડ હાલ ટાઉનશીપ પ્લાનર ને ફાળવવામાં આવ્યું છે જેના દ્વારા ગવર્મેન્ટ કર્મચારીઓ અને અધિકારીઓને આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવા દેવામાં આવશે, બંને બહેનો દ્વારા લેખિત પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રમતગમત માટે ભરૂચમાં કોઈપણ પ્રકારનું ગ્રાઉન્ડ હાલ ઉપલબ્ધ નથી આ ગ્રાઉન્ડને ટાઉન પ્લાનરને ન આપવું ભરૂચની જાહેર જનતા રમતગમત માટે આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકે તે માટે અમો વડોદરાથી ભરૂચ સાઈકલિંગ કરી પહોંચ્યા છીએ, તો અમારી માંગણી ધ્યાને લઈ આ ગ્રાઉન્ડ જાહેર જનતા ના ઉપયોગ માટે સ્પોર્ટ એક્ટિવિટી માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી અમારી કલેકટર સમક્ષ રજૂઆત છે.