Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના વેલુગામ નર્મદા નદી માંથી ગેર કાયદેસર રેત ખનન ઝડપાયું .

Share

ઝઘડિયા તાલુકાના વેલુગામ નર્મદા નદી માંથી ગેર કાયદેસર રેત ખનન ઝડપાયું .

પોણા બે કરોડ ના મુદ્દામાલ સાત ટ્રકો તેમજ બે હિટાચી મશીન સ્થળ ઉપરથી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

Advertisement

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી સાત ટ્રક તેમજ બે હિટાચી મશીન ઝડપી ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, મળતી માહિતી મુજબ વેલુગામ નર્મદા નદીમાં રાત્રે દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું, આ બાબત ખાણ ખનીજના અધિકારી એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપર થી સાત જેટલી ટ્રકો તેમજ બે હિટાચી મશીન જે મુદ્દા માલની કુલ કિંમત આશરે પોણા બે કરોડ રૂપિયા થાય છે જે જપ્ત કરી વાહનો ઉમલ્લા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે, આ બાબતની જાણ ઝઘડીયા મામતદાર ને કરતા મામલતદાર સ્થળ ઉપર આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી, હજુ સુધી આ ગેરકાયદેસર રેત ખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે .


Share

Related posts

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : પીઝા હટના પીઝામાં કાચ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથધરી.

ProudOfGujarat

દો…દો….47 ગીત ભારે પડ્યું – અંકલેશ્વરના માર્ગો પર કાર ચાલક યુવાનોનો વીડિયો ચર્ચામાં આવ્યા બાદ પોલીસ કાર્યવાહી, 6 યુવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!